________________
ગાથા-૨૨૪ થી ૨૨૭
૪૧૫
આપ્યો માળાએ, ક્ષત્રિય કા રંગ ચડા હૈ, એ રંગ હવે ઉતરતે નહિ.’ પાપનો રંગ ચડ્યો છે, એ હવે ઉતરતો નથી.
એમ આ અજ્ઞાનીને ભોગ ને કાળે રાગના રસ ચડ્યા છે એ એને ઉતરતો નથી. આહાહા..! અને જ્ઞાનીને ભોગને કાળે આત્માનો રસ ચડ્યો છે તે ઉતરતો નથી. આહા..! સમજાણું કાંઈ? આહાહા..! આવો માર્ગ છે. અરે......! સાચું તત્ત્વ એને સાંભળવા મળે નહિ અને જિંદગી ચાલી જાય. આહાહા..! પશુ જેવી જિંદગી કહેવાય એ તો. આહાહા..! સત્ય શું છે? ૫૨માત્મા ત્રિલોકના નાથ, એણે સત્યનું શું સ્વરૂપ કહ્યું છે? અને અસત્યમાં જાય તો શું દશા છે? એનું કથનેય સાંભળવા મળે નહિ એ ક્યારે અંદર સમજે?
અહીં એ કહે છે, બીજો આશય આ પ્રમાણે છે ઃ– અજ્ઞાની સુખ (–રાગાદિપરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે....' આહાહા..! મંદિર બનાવે પણ અંદરમાં આશા ઊંડી કે આનાથી મને કંઈક ફળ મળશે અને એમાંથી ભવિષ્યમાં હું સુખી થઈશ. આહાહા..! બહારના સુખી, આ ધૂળના. આહા..! વ્રત, તપ વગેરે શુભ કર્મ...' શુભ પરિણામ અજ્ઞાની કરે છે એ આગામી ભોગોની અભિલાષાથી (કરે છે). ભવિષ્યમાં મને અનુકૂળ ભોગ મળે, સાધન મળે. આહાહા..! તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે.’ એને ભવિષ્યમાં ભોગ મળશે, સંયોગ મળશે. રખડવાના સંયોગ મળશે. આહાહા..! ઝીણી વાતું બહુ, ભાઈ! આહાહા..!
એક ભોગને ભોગવતા રાગના રસ જેને ચડી ગયા છે, તેને કર્મબંધન થઈને સંયોગો મળશે અને જેને રાગના ૨સ ઊતરી ગયા છે, આહાહા..! જ્ઞાનના રસ ને આનંદ૨સ, જેને આત્મરસ ચડ્યો છે એને ૫૨નો રસ ચડતો નથી. એને રાગનો રસ મીઠો લાગતો નથી. આહા..! આવી વાતું છે. બહુ ફેરફાર. અત્યારની સંપ્રદાયની પદ્ધતિ અને આ વીતરાગની પદ્ધતિ, આખો મોટો ફેર છે. હેં? વિપરીત છે. આહાહા..!
જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.’ જ્ઞાનીને ભોગના રાગનો રસ છે નહિ. માટે તેને કર્મ ઉત્પન્ન થતા નથી. એ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે...' ઊંડે ઊંડે એને રાગનો રસ છે તેથી રાગનું ફળ એને સંસાર મળશે. રખડવાના ભવ (મળશે). આહાહા..! તેથી તે ફળને પામે છે.' રખડવાનું. આહા..! જ્ઞાની ફળની વાંછા વિના...' રાગને કરે છે અથવા રાગને ભોગવે છે તેથી તે ફળને પામતો નથી.' આહાહા..!
કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે! તેમ સંસારના દુઃખથી જેને ત્રાસ ત્રાસ થઈ ગયો હોય એને માટે આ વાત છે. આત્મધર્મ અંક-૫, જાન્યુઆરી-૨૦૦૮