________________
૪૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ બધા આપી દે તો શું છે? ધર્મ છે એમાં? આહાહા...! ત્યારે તો આમ કહ્યું છે ને? આપણે આવી ગયું હતું, ‘પદ્મનંદિ પંચવિંશતિકામાં, કે મંદિર બનાવે એ મહા મોટો (માણસ છે). નાનકડું મંદિર) બનાવે તો મોટો માણસ અને એ જો સ્થાપે તો એ સંઘવી કહેવાય. આવે છે ને? એ તો સમ્યગ્દર્શન સહિતની વાત છે. આહાહા...! આત્માનું ભાન છે તેને આ મોટા મંદિરાદિ બનાવવાનો જરી શુભ ભાવ આવ્યો, તે શુભનો તેને રસ નથી. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા...!
અહીં તો કહે છે, પ્રભુ અજ્ઞાની વિષયસુખને અર્થે રંગાયેલા રાગથી ભોગને ભોગવે છે. રાગથી રંગાઈ ગયો છે. ચૈતન્યમૂર્તિને એણે ભિન્ન રાખ્યો નથી. જેને રાગના રસ ચડી ગયા છે. એવા અજ્ઞાની વિષયસુખને ભોગવતા નવા બંધનને પામે છે, નવા કર્મને પામે છે. આહાહા.! “તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે. એટલે રંગાયેલા રાગને આપે છે એ. રાગમાં રંગાઈ જશે. આહાહા.! ભગવાન જુદો છે એનું ભાન એને નહિ રહે. આહાહા.!
“જ્ઞાની વિષયસુખ અર્થે...' રાગના રંગાયેલા અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી...' રાગમાં જેને રંગ નથી, બાપા! આહાહા...! જેનો-ચૈતન્યનો રંગ ચડ્યો છે. આહા...! “દામનગર ચોમાસુ હતું. એક બાવો હતો, બાવો. તે બાવાએ એક બાઈ રાખેલી. એમાં એ બાઈએ પછી એને ન આદરી. પછી આને એવો કષાય ચડી ગયો. બાવો હતો, હોં! જોગી, ત્યાગી. આહા...! આખો કોટ પહેર્યો. એ બાઈનું નામ લક્ષ્મી કે એવું કાંઈક હતું. બાઈનું નામ લક્ષ્મી” હતું. આ તો “દામનગરના ચોમાસાની વાત છે, (સંવત) ૧૯૮૩ ની હોય કે ૧૯૭૬ ની હોય. એ રંગ એવો કે, લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી...” એને હેરાન, અનાદર કરવા માટે. એ અપાસરા પાસેથી નીકળ્યો, કોટમાં સ્ત્રીનું નામ લખ્યું હતું), કોકને મેં કહ્યું, એલા પણ આ છે કોણ? આ બાવા જેવો છે ને આ સ્ત્રી, સ્ત્રી આખા કપડા ઉપર. તો એણે ત્યાં જઈને કહ્યું, તો કહે, “ક્ષત્રિય કા રંગ ચડા હૈ, ઉતરતા નહિ હવે.” અમને એ સ્ત્રીનો રંગ ચડ્યો છે એ રંગ ઉતરતો નથી, એમ બોલ્યો. મેં કીધું, આ બાવો છે કે આ શું આ? આખો કોટ પહેર્યો ને એમાં લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી” (લખેલું). મેં કીધું, આ શું કરે છે? “લક્ષ્મી બાઈ છે કોઈ? કીધું, પૈસા છે? ત્યારે કહે, એ તો લક્ષ્મી બાઈ એણે રાખેલી, એ બાઈએ એને છોડી દીધો. એટલે આને હવે એટલો કષાય થઈ ગયો છે. એટલે એને જઈને કોઈએ કહ્યું કે, આ મહારાજ કહે છે કે, તમે આ શું કરો છો આ? તો કહે, “ક્ષત્રિય કા રંગ ચડા હૈ, ઉતરતા નહિ.” પાપનો રંગ. આહાહા...! આ તો બનેલું, હોં! “દામનગરમાં. ઓલાનો હતો
ક્યાંક, શું કહેવાય? મઠ. મઠ કહેવાય શું કહેવાય છે? કોઈ મંદિરનો ઓલો હતો. પ્રસિદ્ધ હતો, પછી બાયડી રાખી કોકની અને એણે છોડી દીધો ને પછી કષાયે ચડી ગયેલો. બસ! આખા ગામમાં ફરે. એને હેરાન કરવા, એનું અપમાન કરવા. શું છે આ? જવાબ એવો