________________
ગાથા– ૨૨૪ થી ૨૨૭
૪૧૩ આહાહા.! સમ્યગ્દર્શન કોઈ ચીજ એવી છે, પ્રભુ! શું કહીએ? આહાહા.. કે જેને આત્માના અનુભવના સ્વાદ જોયા છે, આહાહા...! એને આ રાગના ભાવમાં તેને આનંદ આવે કે છ— હજાર સ્ત્રી સાથે લગ્ન કરે તો તેમાં તેની મીઠાશ ને સુખબુદ્ધિ છે (એમ નથી). મારો નાથ સુખથી ભરેલો ભંડાર છે), એ સુખ ત્યાંથી આવે, બહારથી આવે નહિ. આહાહા...! એ છ— હજાર સ્ત્રીના ભોગમાં દેખાય તે ભોગમાં સુખબુદ્ધિ નથી એને, પ્રભુ! આહાહા...! દુઃખબુદ્ધિથી છે એથી એને કર્મ ફળ આવતું નથી. આહાહા.! આવી વાતું છે. જગતથી જાત જુદી બહુ, બાપુ! આહા! કર્મ તેને ફળ આપતું નથી. એમ તાત્પર્ય (અર્થાત્ કહેવાનો આશય) છે.”
ભાવાર્થ – ‘અહીં એક આશય તો આ પ્રમાણે છે :- અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્...” રાગના રંગાયેલા પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે..” અજ્ઞાની રાગમાં રંગાઈ જઈને સેવે છે. આહાહા.! વિષય ભોગ, પાંચ ઇન્દ્રિયના વિષયો, એના રાગમાં રંગાઈને ભોગવે છે. આહા.. તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે.” રાગમાં રંગાયેલા પરિણામ એને મળે છે. રાગમાં રંગાયેલા પરિણામ મળે છે. આહાહા.!
જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્... રાગના “રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી...” રાગમાં રસ ચડી ગયો છે અને સેવે છે એમ નથી. આહા.જ્ઞાનીને તો આત્માના આનંદનો રસ છે, એ રસ આગળ રાગનો રસ એને હોતો નથી. (રાગ) આવે, ભોગવે પણ એમાં રસ હોતો નથી. આહાહા...! જુઓ! આ નિર્જરા અજ્ઞાનીને રાગના રસમાં રંગાયેલા રાગથી ભોગવે છે તેથી મિથ્યાત્વ થઈને નવા કર્મ બાંધે છે. આહાહા.! ધર્મી જીવ પોતાના આનંદના રસને ભૂલીને રાગનો રસ એને થતો નથી. આહા...! જ્ઞાનના આનંદના રસની આગળ રાગનો રસ તેને દુઃખરૂપ લાગે છે. આહાહા...! તેથી તેના ભોગવટામાં કર્મ ખરી જાય છે. આહા...! આવી વાતું છે. બાપુ! વીતરાગ ધર્મ કોઈ બીજી જાત છે. આહાહા...!
આ તો બહારમાં જરી ક્રિયા કરી, દયા ને વ્રત પાળ્યા, તપસ્યા કરી ને દસલક્ષણી પર્વ તપસ્યા કરી, કાંઈક દાન આપ્યા, લાખ, બે લાખ, પાંચ લાખ (આપ્યા), ધૂળેય ત્યાં ધર્મ નથી, સાંભળને આહાહા...! હમણાં ઘણે ઠેકાણે આવે છે, પાંચ-પાંચ લાખ આપ્યા. ઓલા એક છે ને કલકત્તા? ‘મિસરીલાલ ગંગવાલ પાંચ લાખ આપ્યા. હમણા ભાઈ, મણિભાઈ છે ને આ? “શાંતાબેનના, બેનના નણદોઈ. “મણિભાઈ છે ને? “મુંબઈ. એણે હમણાં મોરબીમાં પાંચ લાખ આપ્યા. મોરબીમાં બહુ ભીડ પડી છે ને અત્યારે? લોકો બિચારા ટળવળે છે. મકાન નહિ, સામાન નહિ, કપડા નહિ. આહાહા! એક જોડ કપડા હતા તે મેલા ઘાણ, કાદવમાં રહેલા. હમણા પાંચ લાખ આપ્યા. લોકો એમ માની બેસે કે, પાંચ લાખ આપ્યા માટે એને ધર્મ થઈ ગયો. રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે, ધર્મ નહિ. પાંચ લાખ શું તારા કરોડ આપ નહિ. આહાહા...! પાંચ, છ કરોડ રૂપિયા છે અને