________________
૪૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ (તેમ જીવ) “ફળ અર્થે કર્મને સેવે છે.” “રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે...” રાગનો ભોગવટો પણ રાગમાં સુખ માનીને ભોગવે છે. આહા...! રાગમાં સુખપણાને માનીને રાગને સેવે છે. આહાહા! “તો તે કર્મ તેને ફળ આપે છે. એને વિકાર બંધન થાય છે. આહાહા...! અને સંયોગો એને મળશે, સ્વભાવ નહિ મળે. આહાહા...!
વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો. આહાહા.! “તેમ સમ્યગ્દષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો.. આહાહા...! રાગમાં સુખબુદ્ધિ છે તેમ રાગને સેવતો નથી. આહાહા...! ભોગમાં સુખ છે, એવી બુદ્ધિથી ભોગને ભોગવતો નથી. આહાહા..! તે પુરુષને તે કર્મ તેને ફળ નથી આપતું. તેને રાગબંધન થતું નથી. આહા. એને નિર્જરા થઈ જાય છે. એને કર્મ ફળ આપતું નથી. આહાહા...!
“જામનગરમાં એક પારસી દિવાન હતો ને? મહેરબાનજી કરીને. જામનગરમાં (સંવત) ૧૯૯૧માં અમે જામનગરમાં ગયા હતા ને? મહેરબાનજી દિવાન સાંભળવા આવતા. આ સમયસાર’ વંચાતું હતું. ૧૦૦મી ગાથા. ૧૯૯૧ની માગશર મહિનાની વાત છે. પછી કોઈએ વાત કરી હતી કે, એને હજારનો પગાર હતો. તે દિ', હોં! દરબારે એને પૂછ્યા વિના સો (રૂપિયા) વધારી દીધા. એને ખબર પડી કે, જુઓ તો આ પૈસા વધારે કોણે આપ્યા? કોણે નોંધ્યા? રાજાએ કહ્યું છે. રાજાને કહ્યું કે, શું કરવા વધારે આપ્યા? મારો પગાર હજાર છે ને બારસો શું કરવા તમે કર્યો? તમારા કામ આવે તો હું અનુકૂળ કરી દઉં એમ? એ માટે? રાજાના કામ આવે તો હું એને નિર્દોષ રીતે ઠરાવી દઉં, એ માટે આપો છો આ? એ હું નહિ, કાઢી નાખો. પારસી, હોં! એ બસોનો પગાર વધારીને તમારા રાજના કામ આવે ત્યારે એમાં હું છૂટ આપી દઉં, એ મારાથી નહિ બને. મારાથી તો રૈયતનું જે ફળ લઉં છે તે તમારા રાજનું, કોઈનો પક્ષ માટે હોઈ શકે નહિ. તો તમારી નોકરી છે. સમજાણું?
આનું પણ આવ્યું હતું ને કાંઈક? ગોપાળ... શું કહેવાય છે? બરેયા. આપણે આ સિદ્ધાંત પ્રવેશિકા' છપાણી છે ને? “બયાને પણ નોકરી હતી એમાં વધારે પૈસા આપ્યા, લખ્યા. એના નામે મોટો ધંધો કરેલો અને એમાં પેદાશ થઈ ને પેદાશ થઈ તો એને નામે આપી. ચોપડામાં લખ્યું. (તો કહ્યું), કોણે લખ્યું આ? મેં ધંધો કર્યો નથી, મારે નામે ધંધો કોણે કર્યો કે, રાજાએ કર્યો છે કે બીજો કોઈ ગૃહસ્થ હશે. એને ફળ મળ્યું છે તમને આપ્યું છે. બિલકુલ ન્યાય નથી. તો કોઈ વખતે મારે નામે નુકસાન જાય તો મારો ઉપર દાવો કરવો છે? મારી પાસેથી લૂંટવું છે તમારે આવાય સજ્જન લોકો હોય છે. સમજાણું કાંઈ?
એમ અજ્ઞાની રાગને, ભોગને સેવે છે એ મીઠાશથી સેવે છે. એને વિકારનું બંધન થઈને કર્મ ફળ આપશે. જ્ઞાની રાગને ભોગવે છે એ સુખબુદ્ધિથી નહિ. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાત છે. અંદર દુઃખની લાગણીથી એને સેવે છે. આહા...! અરે...રે...! મારાથી સહન થતું નથી. એ દુઃખને ભોગવે છે. ઈ દુઃખને ભોગવે છે), તેના ફળને ઇચ્છતો નથી.