________________
પ૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
( ગાથા–૧૯૭)
अथैतदेव दर्शयति - सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई। पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि।।१९७।। सेवमानोऽपि न सेवते असेवमानोऽपि सेवकः कश्चित् । प्रकरणचेष्टा कस्यापि न च प्राकरण इति स भवति।।१९७।।
यथा कश्चित् प्रकरणे व्याप्रियमाणोऽपि प्रकरणस्वामित्वाभावात् न प्राकरणिकः, अपरस्तु तत्राव्याप्रियमाणोऽपि तत्स्वामित्वात्प्राकरणिकः, तथा सम्यग्दृष्टि पूर्वसञ्चितकर्मोदयसम्पन्नान् विषयान् सेवमानोऽपि रागादिभावानामभावेन विषयसेवनफलस्वामित्वाभावादसेवक एव, मिथ्यादृष्टिस्तु विषयानसेवमानोऽपि रागादिभावानां सद्भावेन विषयसेवनफलस्वामित्वात्सेवक एव।।
હવે આ જ વાતને પ્રગટ દખંતથી બતાવે છે -
સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને,
પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જયમ નહિ ઠરે. ૧૯૭. ગાથાર્થ :- [ શ્ચિત્ ] કોઈ તો [ રોવમાનઃ સપિ ] વિષયોને સેવતો છતાં [ ન સેવતે ] નથી સેવતો અને [ સેવમાનઃ પ ] કોઈ નહિ સેવતો છતાં [ સેવવ: ] સેવનારો છે- વચ માપ ] જેમ કોઈ પુરુષને | પ્રવછરાવેષ્ટા ] પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે [ ૧ ૨ : પ્રાર: રૂતિ મવતિ ] તોપણ તે પ્રાકરણિક નથી.
ટીકા :- જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદૃષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સભાવને લીધે વિષયસેવનના