________________
શ્લોક–૧૩૫
પપ પછી એના ઉપર પ્રેમ બહુ અને પછી એ બાઈએ એને – બાવાને છોડી દીધો. છોડી દીધો અને આને કષાય ચડી ગયો. એટલે કોટ ઉપર કંઈક લખ્યું હતું. શું લખ્યું હતું....?
મુમુક્ષુ :- બાઈનું નામ લક્ષ્મી' હતું.
ઉત્તર :- હા, બાઈનું નામ “લક્ષ્મી' હતું. “લક્ષ્મીલક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી' આ નજરે જોયાં, હોં! “દામનગર અપાસરામાં બેઠા હતા ત્યાં) બાવો નીકળ્યો. કોટ ઉપર લખ્યું હતું). કીધું, આ શું? પછી મેં આમ કહ્યું એટલે પછી કોઈએ એને પૂછ્યું કે, આ શું થયું? તમે બાવાજી અને આ? તો કહ્યું), રંગ ચડ્યો એ હવે ઉતરતો નથી. એમ બોલ્યો હતો ઈ. “ક્ષત્રિય કા રંગ ચડ્યા એ ચડ્યા, રંગ ઉતરતા નથી ક્ષત્રિય હશે. આહાહા..! એક સ્ત્રીએ છોડી દીધો એટલે પછી એનો ફજેત કરવા માટે કોર્ટમાં લક્ષ્મી. લક્ષ્મી... લક્ષ્મી. લક્ષ્મી (લખી નાખ્યું. આહાહા.! એને પૂછ્યું ત્યારે એમ બોલ્યો, “ક્ષત્રિય કા રંગ ચડ્યા વહ ઉતરતા નહિ અર.૨.૨.! અને ગામમાં ફરે “લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી કરતો. ફજેત કરવા માટે.
આ કહે છે કે, જ્યાં અનંત રસ આત્મામાં ચડ્યા... આહાહા...! (ત્યાં) દુનિયાના બધા રસ ઉડી ગયા. એ રંગ ચડ્યો એ ઉતરતો નથી, કહે છે. ઓલા ઉંધા (રસ) ને? આહાહા...! (સંવત) ૧૯૭૬ની વાત હશે. “દામનગર ચોમાસુ હતું.
ભાવાર્થ:- (અનુભવ) “જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે.” જ્ઞાન એટલે એકલું જાણપણું એમ નહિ. શાસ્ત્રનું જ્ઞાન, ઉઘાડ એ જ્ઞાન નહિ. જ્ઞાન એટલે કે આત્માનો અનુભવ, એનું નામ અહીંયાં જ્ઞાન છે. આહાહા...! “જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે...” અચિંત્ય સામર્થ્ય જે કોઈ કલ્પનામાં સાધારણ પ્રાણીને ખ્યાલમાં ન આવે. આહાહા! કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી,... આહાહા...! એવો કોઈ આત્માનો રસ ચડી ગયો છે અને રાગનો રસ ઉતરી ગયો છે. આહાહા...! છતાં વિષયના સેવનમાં દેખાય છતાં એ સેવક છે જ નહિ. આહાહા...!
કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ...” રંજિત એટલે રંગાય ગયેલા, રાગમાં રંગાય ગયેલા. તેને જ્ઞાની ભોગવતો નથી...” રાગમાં રંગાઈને વિષયને ભોગવતો નથી. આહાહા...! આકરી વાત છે. એટલે? ભોગવતો નથી એટલે? એ ઓલામાં આવ્યું હતું ને? નિ નાનુ ભોગવતો નથી એટલે પામતો નથી. અર્થમાં આવ્યું હતું. એમ અહીં ભોગવતો નથી એટલે રાગના રંગને પામતો નથી, એમ. રાગને ભોગવતો નથી એટલે રાગમાં રંગાતો નથી. ચૈતન્યમાં રસ ચડી ગયો છે. એ રસ, રાગનો રસ હવે થતો નથી. રાગમાં રસ પામતો નથી. ભોગવતો નથી એટલે એ.