________________
૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પણ જાણે ભેગા કરતો હોય ને છોડે (એમ) દેખાય. અંદરમાં કાંઈ નથી. આહાહા.! આમાં જોર છે. - જ્ઞાનનો અનુભવ. આત્માનો વૈભવ એટલે ઇ વૈભવ. અનુભવ એ વૈભવ છે. “અનુભવ રત્ન ચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ” આવી વાતું છે. આહાહા..! એવા અનુભવના વૈભવથી અને વૈરાગ્યના બળથી. [વિષયસેવન પર્વ છત્ન વિષયસેવનનો જે રાગમાં રંગ ચડી જવો. રાગમાં રંગ ચડી જવો, એ રંગ ચડ્યો નહિ. એ રંગ ઉતરી ગયો. આહાહા! રાગનું રંજનપણું, રાગમાં રંજનપણું એ ઉતરી ગયું. આહાહા..! અને ભગવાન આત્મામાં રંજનપણું ચડી ગયું. આત્માના આનંદના અનુભવના રંજનમાં ચડી ગયો. આહાહા.! વિષયસેવનનું ફળ એટલે રંજિત પરિણામ, એમ. રંગાયેલો, રાગમાં રંગાણો, ફળ. એ રંગાતો જ નથી. આત્માનો રંગ લાગ્યો તેને આ રાગના રંગ શેના હોય? આહાહા...! જેને પ્રભુનો રંગ લાગ્યો... આહાહા.! એને ભિખારાની સાથે રંગ કેમ લાગે? આહા..! આવી વસ્તુ છે. લોકોને આકરી પડે. વસ્તુસ્થિતિ આ છે. આહા...!
વિષયસેવનના નિજફળને...” એટલે કે તેમાં રાગમાં રંગાયેલા રસને, એ રસ એને છૂટી ગયો છે. આહા! વસ્તુના સ્વભાવના રંગે રંગાણો એને હવે રાગના રંગ ચડતા નથી. આહાહા...! ભલે એ ગૃહસ્થાશ્રમમાં દેખાય. છ– હજાર સ્ત્રીના વંદની મધ્યમાં દેખાય પણ રાગના રસ ઊડી ગયા, એ ઊડી ગયા. આહાહા...! રંજિત પરિણામ કીધું ને? રંજિત પરિણામ એટલે ઇ. રાગમાં એકત્વબુદ્ધિ અથવા રાગનો રંગ. આહાહા...! અથવા રાગનો રસ. આહાહા...! એને એ પામતો નથી.
ન કરનુ ભોગવતો નથી. એનો અર્થ છે. પામતો નથી,...” રાગના રંજન પરિણામને પામતો નથી. રાગના રંગ જેને ઊડી ગયા છે, સ્વભાવના રંગ જેને ચડ્યા છે. આહાહા.! ધર્મ એવી ચીજ (છે), બાપુ આહા.! જેના ફળ ભવના અનંત અનંત અનંતનો અંત, અનંત ભવનો અંત. આહાહા.! અને સાદિ અનંત અનંત અનંત અનંત કાળનો આનંદ અને શાંતિનો ઉપાય, એ ઉપાય તો અલૌકિક હોય કે નહિ? આહાહા...! એ ભોગવતો નથી એટલે એનો અર્થ [વિષયસેવનચ રૂં છત્ન એટલે રંજિત પરિણામ પામતો નથી એમ એનો અર્થ લેવો. રાગમાં રંગાયેલી દશા થતી નથી. આહાહા.. વૈરાગ્યબળ અને જ્ઞાનના અનુભવ આગળ, રાગના રંજન પરિણામ, રંગાયેલા પરિણામ તેને થતા નથી. આહાહા...!
‘તેથી....” [ગસૌ “આ પુરુષ)” સેિવવ: પિ સેવવ:] સેવક છતાં અસેવક...” વિષયોને સેવતા છતાં સેવતો નથી. કોઈ સ્વચ્છંદી એમ કહે કે, અમે તો જ્ઞાની છીએ. (અમે) વિષય ભોગવીએ તો અમને રસ નથી, ઈ વાત અહીં નથી. આ.હા.! ઘણા વર્ષ પહેલાની) એક વાત હતી. એક બાવો હતો. ઘણા વર્ષ પહેલાની) વાત છે. ઘણું કરીને (સંવત) ૧૯૭૩ કે ૧૯૭૬ ની વાત છે). એક બાવો હતો તેણે) એક બાઈ રાખેલી. રાખેલી