________________
ગાથા-૧૯૭
ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.
ભાવાર્થ :- કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો ધણી હોવાથી તે જ વેપારી છે. આ દૃષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાસૃષ્ટિ વિષય સેવનારો છે.
ગાથા-૧૯૭ ઉપર પ્રવચન
૫૭
હવે આ જ વાતને પ્રગટ દૃષ્ટાંતથી બતાવે છે :
सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई । पगरणचेट्टा कस्स वि ण य पायरणो त्ति सो होदि । । १९७ ।। સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને,
પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.
આચાર્યએ દાખલો આપ્યો, કહો! ટીકા :- જેમ કોઈ પુરુષ કોઈ પ્રક૨ણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં...' આહાહા..! આ લગનના પ્રસંગમાં કે એવું હોય ને? પ્રવર્તતો હોય કામકાજમાં, ધણીપત્તે ન હોય, ધણી તો બીજો હોય અને એને કામ સોંપ્યું હોય તો કામ કરી લ્યે. પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી... આહાહા..! એ ક્રિયા આદિ હોય. આહાહા..!
લગનમાં એક દાખલો બન્યો હતો. એક માણસે પોતાના જમાઈને બધું કામ સોંપ્યું તો એવું બનાવ્યું કે, દૂધપાક ને એવું બનાવ્યું. ને માણસો ઝાઝા આવે (અને) કંઈ મેળ નહિ. એટલે ઘરના ધણીને એવું લાગ્યું કે, આ મારી આબરુ (નહિ રહે). ઓલું શું કહેવાય? છેલ્લે દિવસે કરે છે ને? હરખ જમણ.. હરખ જમણ. હરખ જમણ કરેલું અને એમાં કર્યો દૂધપાક. એટલે કેટલું માણસ આવશે એનો મેળ નહિ, દૂધપાક ખૂટે તો કરવું શું? દૂધપાક કાંઈ તરત થાય છે? બીજી ચીજ હોય તો તો કંદોઈની દુકાનેથી બરફી, લાડવા (લાવી શકાય). એને એવું ખરાબ લાગ્યું, એના ધણીને, એને લઈને આને ખરાબ લાગ્યું તો એ લગ્નના