________________
૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
પ્રસંગમાં એ ઝેર પીને મરી ગયો. કામ એને સોંપેલું અને કામમાં આ પ્રમાણે થયું અને એમાં બહા૨માં વાત આવી, એકદમ આવી કે, આ માણસ ઝાઝુ આવી જાય, દૂધપાક તો હદ પ્રમાણે હોય, ખૂટે તો લાવવો ક્યાંથી? બરફી કે ચૂરમું કે એવું કર્યું હોય તો તરત તૈયાર પણ કરે કાંઈક. ચૂરમું ન થાય તો બરફી કે શેરો કરે. હેં? પહોંચી વળે. આહા..!
આહા..!
ઓલા ‘ભર્તુહર’માં નથી આવતું? ‘ભર્તુહર’ને જ્યારે પીંગળા'ની ખબર પડી. અરે.........! મેં પીંગળાને કેવી માની? એ પીંગળા’ આવી નીકળી? ૯૨ લાખ માળવાનો અધિપતિ રાજા ‘ભર્તૃહિર'! અરે...! આ સ્ત્રી મારી, મેં એને પ્રેમ (કર્યો). આહા..હા..! વેશ્યા પાસે એક અમરફળ આવ્યું. વેશ્યા આપી ગઈ દરબારને, ભર્તૃહિર’ને, અને ‘ભર્તુહરિ’એ સોંપ્યું રાણીને, રાણીને અશ્વપાળ’ને આપ્યું. એણે અશ્વપાળ’ રાખેલો. ૯૨ લાખ અધિપતિનો માળવો, એને મૂકીને એ ‘અશ્વપાળ’ની સાથે ચાલતી. કહો, આહાહા..! એને આપ્યું અને એણે આપ્યું પાછું વેશ્યાને અને વેશ્યા પાછુ ‘ભર્તુહરિ' પાસે લાવ્યા. આહાહા..! દુનિયાના ઠગારા કેવી રીતે ઠગે છે! બહારમાં જાણે આહાહા..! તમારી છું.. તમારી છું... તમારી છું... અંદરમાં... આહાહા..! થઈ ગયો, બાવો થઈ ગયો.
ગુરુએ હુકમ કર્યો, જાઓ! ત્યાંથી અનાજ લઈ આવ. તારી પહેલી ભિક્ષા લઈ આવ. રાણી પાસેથી ભિક્ષા લઈ આવ. આહાહા..! ગુરુએ કહ્યું, એ વખતના ગુરુ પણ કેવા હશે? આવો મોટો રાજા ભિક્ષા લ્યે! આહાહા..! રાણી પાસે લેવા ગયા. રાણી તો શોકમાં હતી. કાંઈ બન્યું નહોતું. માતા! એમ બોલ્યો, માતા! મને ભિક્ષા દે.’ રાણી કહે છે, પ્રભુ! રાજન! માતા ન કહો.' માતા છો, મારે હવે માતા છે, બીજું કાંઈ છે નહિ. આહા..! મારી પાસે કાંઈ નથી, પ્રભુ! એ નાટક જોયેલા, એમાં બધું આવતું. ખીર રે બનાવું ક્ષણ એકમાં, જમતા જાવ જોગીરાજ' એક ક્ષણમાં ખીર બનાવું. ખીર રે બનાવું ક્ષણ એકમાં’ વૈરાગ્ય કેવો હશે એનો કહો! દૃષ્ટિ ભલે વસ્તુની (નહિ) પણ બહારના વૈરાગ્યના ભાસ જેવું.
વૈરાગ્ય તો ત્યારે કહેવાય કે, સમ્યગ્દર્શન સહિત રાગનો રસ નહિ, એને વૈરાગ્ય કહેવાય. એ કંઈ વૈરાગ્ય નહિ, પણ આટલું તોપણ એ વૈરાગ્ય નહિ, હોં! એ તો મંદ કષાયની સ્થિતિ (છે). માતા! કહીને ઉભો રહ્યો. દરબાર મોટો બાણુ લાખ માળવાનો અધિપતિ! નાટક જોયા છે મોટા મોટા. પ્રભુ! મને માતા ન કહો, રાજન! હું એક (ક્ષણમાં) ખીર બનાવું, થોડા ઉભા રહો.' (ત્યારે રાજન કહે છે), મારી જમાત ચાલી જાય છે, હું ઉભો નહિ રહું.’ ચાલ્યા ગયા. છતાં એ ખરો વૈરાગ્ય નથી. આ વૈરાગ્ય જે કહે છે એ નહિ. આહાહા..! બહારથી તુચ્છતા લાગી. દેખ્યા નહિ કુછ સાર જગતમેં, દેખ્યા નહિ કુછ સા૨’ એમ બોલ્યો. છોડ્યું બધું. એ વૈરાગ્ય નહિ.
વૈરાગ્ય તો ભગવાનઆત્માનો અનુભવ થતાં રાગની રક્તતા છૂટી જાય, પુણ્યના પ્રેમના