________________
ગાથા ૧૭
૫૯ રંગ, રસ છૂટી જાય. આહાહા...! એને જ્ઞાન અને વૈરાગ્ય કહેવામાં આવે છે. લોકો એમ વખાણે કે આવો રાજા હતો. આ ભર્તુહરિ માં આવે છે ને? બનાવેલું આવે છે. બધું વાંચ્યું છે. એ વૈરાગ્ય નહિ, બાપા! આહાહા...! ભગવાનનો વૈરાગ્ય જુદી જાતનો છે. હૈ? આ તો છોડીને ગયો છે તોપણ વૈરાગ્ય નહિ અને અહીં તો સંસારમાં પડ્યો હોય છતાં વૈરાગી (છે). અરે.રે....! આના માપ ક્યાંથી લાવવા? સમજાણું કાંઈ? ઓલો રાજ છોડીને ચાલ્યો ગયો તોપણ એ વૈરાગ્ય ન કહેવાય.
અહીંયાં કહે છે કે, સ્ત્રી આદિના સેવનમાં દેખાય, રાજપાટમાં દેખાય છતાં વૈરાગી (છે). આહા...! એ...ઇ..! જેના રાગના રંજન પરિણામ, રસ તૂટી ગયા છે અને જેને આત્માના આનંદના રસના પ્યાલા ફાટ્યા છે. આહાહા...! એ અનુભવના રસના પ્યાલા આગળ ક્યાંય રસ પડતો નથી. આહાહા.! એ રાગથી પુણ્યના પરિણામથી પણ વિરક્ત છે, રક્ત નથી. એને અહીં વૈરાગ્ય કહેવામાં આવે છે. એ વૈરાગી જીવ સંસારમાં આમ વિષય સેવતો દેખાય, છતાં એ સેવતો નથી. અને આ છોડે છે છતાં એણે કાંઈ છોડ્યું નથી. આહાહા...! બાણ લાખ માળવાના અધિપતિએ રાજ છોડ્યું, પણ) છોડ્યું નથી. આહાહા...! જેને આત્મા અંદર શું ચીજ છે? સર્વજ્ઞ કહે છે, હોં! અજ્ઞાની કહે છે આત્મા નહિ. આહાહા.! એવો જે ભગવાન આત્મા, એના રસમાં ચડ્યો છે એને રાગના રસ ઉતરી ગયા છે. રાગ આવે છે, રાગમાં જોડાય છે પણ અંદરના રસ ઉતરી ગયા છે. આહાહા.! સમજાય છે કાંઈ?
ત્રણલોકના નાથ વીતરાગ જૈન પરમેશ્વરની વાત કોઈ જુદી છે. દુનિયાથી આખી જુદી જાત છે. હવે ઓલો બાણ લાખ (માળવા) છોડીને બેઠો તોય વૈરાગ્ય નહિ. હૈ? અને અહીં છ— હજાર સ્ત્રીમાં પડ્યો હોય તો કહે, વૈરાગી. હવે આ તુલના કરવી શી રીતે? આહાહા...! રાગનું રંજનપણું, રસપણે છૂટી ગયું છે. આહાહા.!
અહીં કહે છે, ૧૯૭ આવી ને? જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણ...” પ્રકરણ એટલે કોઈ ક્રિયા. લગનની ક્રિયા, દહાડાની ક્રિયા, મોટો દહાડો હોય અથવા શું કહેવાય, આ કીધું લગનનું છેલ્લું... ? હરખ જમણ કે મોટો વેપાર હોય. એ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી... આહાહા.! એનો ધણી નથી ઇ. નોકર કરોડોના વેપાર કરતો હોય પણ એના ફળ તરીકે એને કંઈ છે નહિ. એનો ધણી તો ઓલો છે. આહાહા...! આને તો ખબર છે કે મને આ બે હજાર, પાંચ હજાર રૂપિયા મહિને આપે છે. બસ! અને કરોડો પેદા થાય છે એ કંઈ મને નથી. અને કદાચિત્ કરોડની ખોટ ગઈ તોય મને કંઈ નથી. આહાહા. એ કોઈપણ કામની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં એ કામનું સ્વામીપણું નહિ હોવાથી. પ્રકરણ એટલે એ ક્રિયાઓ.
પ્રાકરણિક નથી... આહાહા...! ઓલો તો ધણીએ જમાઈને સોંપેલું તો એમાં આમ થયું (તો) એ જમાઈ ઝેર પીને મરી ગયો, લ્યો! લગનના પ્રસંગમાં. કારણ કે ધણીપતાના)