________________
૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ રંગ ચડી ગયેલા. હું કરું... હું કરું... હું કરું... મેં દસ મણ, પંદર મણ દૂધપાક કર્યા. ભલે અત્યારે આટલું માણસ જમે. પણ ભઈ! મેળ ન ખાય. આ મોટું ઘર છે, માણસ કેટલું આવે, આ દૂધપાક (નહિ થાય). તમે બહુ હઠે ચડો છો કે, દૂધપાક જ કરો. એમ ન ચાલે. એ એમાં મરી ગયો. “કાંતિભાઈ આ સંસારના તમારા બધા લખણ. આહાહા....!
અહીં કહે છે કે, ધર્મી જેમ કોઈ પ્રકરણ એટલે ક્રિયાકાંડના પ્રકારમાં ચડી ગયો હોય છતાં એનો એ સ્વામી નથી તો એનો હરખ-શોક એને છે નહિ, એને ખોટ અને લાભ એને ઘરે નથી. ખોટ ને લાભ શેઠને ઘરે છે. “રાણપુરમાં તો એક નોકર એવો હતો. શેઠિયો હતો. “રાણપુર. શેઠ દુકાને આવે તો કાંઈક બોલે, ચાલ્યા જાઓ અહીંથી. તમારું કામ નથી. નોકરે એવી છાપ પાડી દીધી કે શેઠ ચાલ્યો જાય. તમારું કામ નથી. ડામાડોળ કરશો નહિ, ફલાણું, ઢીકણું ને આમ તેમ, ચાલ્યા જાઓ અહીંથી. કર્તા-હર્તા છતાં પણ ફળનો ભોક્તા કિંઈ પોતે છે? લાભ કે ખોટ એ તો એની છે. હૈ? આહાહા. સ્વામીપણું નહિ હોવાથી તે ક્રિયાનો એ અધિકારી નથી, તેનો સ્વામી નથી.
બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો...... આહાહા.! એનો ધણી હોય એ એક કોર ઘરે બેઠો હોય. દુકાનનું કામ ચાલતું હોય એ નોકર ચલાવતો હોય, આને માથે કાંઈ ન હોય છતાં સ્વામીપણું અને વર્તતું હોય છે. આહાહા...! છે ને? પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી...” દુકાનના કરોડોના ધંધાનો ધણી તો ઈ છે. ખોટ જાય કે લાભ થાય એ કંઈ નોકરને છે? નોકરને તો જે પગાર બે હજાર કે બાવીસો હોય એ આપી દયે. આહાહા.! આ દષ્ટાંત તો કુંદકુંદાચાર્યું આપ્યું છે.
“ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે...” ધણી છે. તેવી રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને...” આહાહા.! ધર્મી જીવને, અનુભવીને... આહા.! એ એક ફેરી કહ્યું નહોતું? નાની ઉંમરમાં, નવ-દસ વર્ષની ઉંમર હતી). અમારી જોડે રહેતા. અમારી બાના ગામના બ્રાહ્મણ એટલે અમે મામા કહીએ. એ ન્હાય ને લંગોટીયું જ્યારે પહેરે ત્યારે એમ બોલતા, “અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મ ને બીજું કાંઈ ન કહેવું. એ વખતે સાંભળતા. મેં કીધું, શું કહે છે આ? એનેય ખબર નહિ. “અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે...” આહાહા.! એ અહીં કહે છે. એ ક્રિયાઓ ભલે બધી થતી હોય પણ ધણી પોતે નથી. આહાહા! અનુભવીના આનંદમાં એ ક્રિયાનો ધણી નથી. આહાહા!
સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં.” ભાષા વ્યવહારની મૂકી. “રાગાદિભાવોના અભાવને લીધે...” ઓલું રંજિત પરિણામ કીધું હતું ને? રંગ ઊડી ગયો છે. આહાહા! કપડામાં જેમ રંગ ચડાવે પણ જેમ ઊડી જાય, અંદર ફટકડી લગાવી હોય (તો) રંગ ઊડી જાય. એમ આ રંગ ધર્મીને ઊડી ગયો છે. આહા.!