________________
ગાથા-૧૯૭
૬૧
ભગવાનને પડખે ચડ્યો (એના) બીજા બધા પડખાં હવે ખરાબ થઈ ગયા. આહાહા..! જુઓ! સમ્યગ્દર્શનની મહિમા! જુઓ! અનુભવની મહિમા! હવે એની પાસે બધી ક્રિયાકાંડની વાતું આખો દિ' ગુંચાઈને મરી જાય એમાં. આખી વાત મૂળ છે એ તો રહી જાય. આહાહા..!
‘સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત.' થયેલી સામગ્રી, એને સેવતો દેખાય છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું (ધણીપત્તુ) સ્વામીપણું નહિ હોવાથી..’ આહા..! જ્યાં આનંદનો નાથ, અનંત ગુણનો સ્વામી, એનો સ્વામી થયો... આહાહા..! હવે એને બહારના સ્વામીપણા, ભિખારીપણા એને શેના રહે? આહાહા..! સ્વરૂપના આનંદની લક્ષ્મી આગળ બહારના કોઈ વૈભવમાં એને મહત્તા લાગતી નથી. અજ્ઞાનીને બહારના અનેક પ્રકારના વૈભવના વિશેષ દેખાતાં આત્માનું વિશેષપણું ભાસતું નથી. આહાહા..! સમજાણું કાંઈ?
એ “વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી...' એટલે કે રાગનો રસ જ જ્યાં ઊડી ગયો છે, એમ એનો અર્થ છે. તે અસેવક જ છે...’ સેવતા છતાં અસેવક છે. આહાહા..! ‘ટોડરમલ્લજીએ’‘મોક્ષમાર્ગ પ્રકાશક' બનાવ્યું ને! બનાવ્યું (ત્યારે) એની મા શાકમાં મીઠુ નથી નાખતી. એ મોક્ષમાર્ગ પ્રકાશક' (બનાવવાની) એવી ધૂનમાં (કે) એને ખબર નહિ કે આમાં મીઠુ નથી. રસ ચડેલો મોક્ષમાર્ગ પ્રકાશક'નો. આહાહા..! એ જ્યાં કામ બંધ થઈ ગયું અને માતાએ શાક પાછું આપ્યું (તો કહ્યું), ‘બા! આમાં મીઠુ નથી.’ (તો બા કહે છે), ભાઈ! મીઠુ છ મહિનાથી હું નાખતી નથી. તને આજે ખબર પડી?” મોક્ષમાર્ગ પ્રકાશક’નો રસ ઊડી ગયો. (શાસ્ત્ર પૂરું થયું). કહો, શાકમાં મીઠાની ખબર ન રહી. હૈં? છ-છ મહિના! રસ ચડી ગયો ને! ‘મોક્ષમાર્ગ પ્રકાશક' કેવું પણ બનાવ્યું છ! ‘મોક્ષમાર્ગ પ્રકાશક’! આહાહા..!
‘શ્રીમદ્’ પણ વખાણ કર્યાં, સદ્ભુતમાં નાખ્યું. વીસ સશ્રુતના નામ આપ્યા છે ને? એમાં “મોક્ષમાર્ગ પ્રકાશક' સશ્રુતમાં નાખ્યું છે. આહાહા..! ભલે એના માણસો પછી શ્વેતાંબરને માને. પણ આમાં ના પાડી છે. શ્વેતાંબર છે એ ગૃહીત મિથ્યાષ્ટિ છે. આહા..! એ જૈન જ નથી. સ્થાનકવાસી, દેરાવાસી જૈન જ નથી. આકરી વાત છે, બાપા! આહા..! જેને રાગથી ભિન્ન, ગુરુપણું પણ એવું, ધર્મ પણ એવો અને કેવળીની તો વાત જ શું કરવી? આહાહા...! એવી વાત જેને અંત૨માં બેઠી અને અનુભવમાં આવી.. આહાહા..! એને બીજા કોઈ ધર્મ પ્રત્યે રસ ઊડી જાય છે. આહાહા..! અંદર કોઈ પ્રેમ રહેતો નથી. આહા..!
“વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદૃષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં...’ જોયું? હજારો રાણી છોડીને બેઠો હોય પણ અંદરમાં રાગનો પ્રેમ છે. રાગથી ભિન્ન ભગવાનનો અનુભવ નથી અને રાગનો રસ છૂટ્યો નથી. ભલે બાવો, જોગી, સાધુ થાય, જૈનનો સાધુ થયો હોય, દિગંબર સાધુ! આહાહા..! છતાં ‘મિથ્યાદૃષ્ટિ વિષયોને નહિ સેવતો...’ જાવજીવ બાળ બ્રહ્મચારી હોય પણ અંદરમાં રાગના