________________
ગાથા ૧૯
એટલી છે કે કહી શકાય નહિ. આહાહા...! રાત્રે કહ્યું હતું. એવો આ ભગવાન આત્મા શરીર આ તો માટી છે, એ તો પરની જગતની ચીજ છે. કર્મ અંદર છે એ જડ છે, પર છે. એ તો આત્મામાં અસત્ છે, અસત્પણું છે. સ્વમાં સત્પણું છે અને પરનું એમાં અસત્પણું છે. હવે એમાં રખડે છે કેમ? આટલી આટલી શક્તિઓ એમાં પડી છે. આહાહા...! એક માણસ અનંત મોઢા કરે અને એક મોઢે અનંતી જીભો કરે તોપણ એ ગુણની સંખ્યા કહી શકાય નહિ. એવો આ ભગવાનઆત્મા, એને સમ્યક નામ સત્ય જેવું સ્વરૂપ છે તેવી અંતર દૃષ્ટિ અનુભવ કરીને કરી છે અને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા...! હેઠે ગુજરાતી આવી ગયું છે.
પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. આહાહા...! અહીં સુધી પહોંચવું. ટીકા :- “ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે” જડ, જડ. રાગ નામનું એક કર્મ છે, ચારિત્રમોહ જડ, તેના ઉદયના વિપાક...” એ પડ્યું કર્મ સત્તામાં છે એ તો અજીવપણે છે, હવે એનો ઉદય આવ્યો એ પણ એક અજીવ છે. આહાહા...! ભગવાન અનંત ગુણનો નાથ, અનંત ગુણનો મહાસમુદ્ર, ચૈતન્ય રત્નાકર પ્રભુ, એની પર્યાયમાં કર્મ જડ છે એના નિમિત્તે પુરુષાર્થની કમજોરીથી રાગ થાય, પરથી નહિ, એ કર્મથી નહિ, કર્મ તો જડ છે. જડને તો આત્મા અડતોય નથી, કોઈ દિ અડ્યોય નથી. આહાહા...! ભગવાન આત્મા શરીર, વાણી, કર્મ એને કોઈ દિ અડ્યોય નથી, અનંત અનંત કાળ થયા. કેમકે એ ચીજની જે ચીજમાં નાસ્તિ છે એને અડે શી રીતે? આહાહા...! આવો જે ભગવાન આત્મા અનંત ગુણરત્નાકર, એનું જેને સમ્યક્ જેવું છે તેવી પ્રતીત જ્ઞાન થઈને, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને શેય બનાવીને, સ્વસ્વરૂપને શેય બનાવીને જ્ઞાન કરીને પ્રતીતિ થાય છે. આહાહા.! એને અહીંયાં ભવના અંતની પહેલી સીઢી સમ્યગ્દર્શન કહે છે. આહાહા.! તે વિના ભવનો અંત પ્રભુ નથી આવતો. બહારની અનેક પ્રકારની ક્રિયાઓ દયા, દાન, વ્રતાદિ, સંસારની જંઝાળ, ધંધા એકલા પાપ એની તો વાત શું કરવી? આખો દિ પાપ અને બાયડી, છોકરાને સાચવવા અને એની પાસે રમવું પાપ, ધર્મ તો ક્યાં છે? બાપા! પુણ્યનાય ઠેકાણા નથી. આહાહા...!
અહીં તો કહે છે કે, ધર્મી તો એને કહીએ કે, જેને આત્માનો પૂર્ણ સ્વભાવ અનંત જીભે ન કહી શકાય એટલો જે સ્વભાવ. આહાહા...! એની જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે. એમને એમ પ્રતીતિ નહિ. એને જ્ઞાનમાં ચીજ આવી છે કે આ ચીજ આ છે. પૂર્ણ આનંદ અને પૂર્ણ અનંત શક્તિઓનો સંગ્રહાલય, અનંત ગુણનો સંગ્રહનો આલય – સ્થાન પ્રભુ, એવું જેનું પરમસત્ય સ્વરૂપ છે, એવું જ જેણે અંતરમાં જ્ઞાનની પર્યાયમાં જાણીને પ્રતીત અને શાંતિનું વેદન કર્યું છે. આહાહા.. તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે, તેને અહીંયાં ધર્મની