________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
પ્રવચન નં. ૨૭૫ ગાથા-૧૯૯, રવિવાર, અષાઢ વદ ૬, તા. ૧૫-૦૭-૧૯૭૯
સમયસાર ૧૯૯ ગાથા, નિર્જરા અધિકાર’. ‘હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે.”
पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को।। १९९।। પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. ઝીણી વાત છે, ભાઈ! “નિર્જરા અધિકાર છે ને? નિર્જરા એટલે શુદ્ધિ, સ્વરૂપ જે શુદ્ધ છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ આનંદ, અતીન્દ્રિય આનંદનો મહાસાગર, એવા આત્માને અંતરમાં દૃષ્ટિ અંતર્મુખ કરી અને એનું વેદન સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે એને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા...! આટલી શરતું. એને નિર્જરા હોય છે. આહાહા...!
તે દિ નિર્જરાની ત્રણ વાત, ત્રણ પ્રકાર કહ્યા હતા. એક કર્મનું ખરવું એને નિર્જરા કહે છે, એક અશુદ્ધનું ટાળવું અને નિર્જરા કહે છે અને એક શુદ્ધનું વધવું એને નિર્જરા કહે છે). આહા...! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે, ભાઈ! આહા! કાલે કો'ક કહેતું હતું, વરસાદ તણાણો છે ને? ઘાસ નથી તે બાર-ચૌદ ઢોર મરી ગયા, ઘાસ ન મળે. કહો, આવા અવતાર, આહાહા.! નહિતર અગિયાર ઇંચ વરસાદ આવી ગયો છે પણ ઘાસ થોડું થોડું થયું એ બધું ખવાઈ ગયું. બાર-ચૌદ ઢોર ઘાસ વિના મરી ગયા. આહાહા...! એવા અવતાર તો અનંતવાર કર્યા છે, એ આત્મજ્ઞાન વિના. બાકી તો બધું કર્યું. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ એ તો શુભભાવ, એ સંસાર છે. આહાહા!
અહીંયાં તો સમ્યગ્દષ્ટિ, જેને આત્મા ચૈતન્ય રત્નાકર મહાપ્રભુ અનંત શક્તિઓથી બિરાજમાન (અનુભવમાં આવ્યો છે). કાલે રાત્રે કહ્યું હતું કે, એક આત્મામાં એટલી શક્તિઓ
એટલે સ્વભાવ એટલે ગુણ એટલા છે... આહા...! કે અનંતા મોઢા કરું, ભક્તિવંત ભક્તિ કહે છે કે, હું અનંત મોઢા – મુખ કરું અને એક એક મુખમાં અનંતી જીભ કરું તોય કહી શકાય નહિ. આહાહા.! પ્રભુ એને ખબર નથી. બહારની બધી વાતુંમાં અધિકમાં વિશેષ, પોતાથી બહારમાં કાંઈક વિશેષ લાગ્યું ત્યાં અટકી ગયો છે. પોતાની વિશેષ અંદર કંઈ જુદી ચીજ છે. આહા.! એના તરફ એણે નજર કરી નથી.
એ અહીં કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવ. સમ્યફ નામ સત્ય, જેવું એનું પૂર્ણ સ્વરૂપ (છે), અનંત મુખે અને એક એક મુખે અનંત જીભે ગુણ કહેવા જાય તો ગુણની સંખ્યા