________________
૩૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ (એટલે) કૃશ, સંસાર (એટલે) આય. જેમાંથી પિરભ્રમણનો લાભ થાય એવા કષાયો એક પણ કરેલા બધા કષાયો સાથે. ક્રોધાદિ બધુ દુર્ગુણો પરિપૂર્ણ થઈને રહે છે. આહાહા..! ખેદ છે કે તે કપટવ્યવહાર એવું પાપ છે કે જેના કા૨ણે આ જીવ નરકાદિ દુર્ગતિ એવા માર્ગમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કરે છે. આહાહા..! કપટાદિ તીવ્ર કષાયથી તો એ નિગોદમાં જાય, એમ કહે છે. આહાહા..! નિગોદ એ તિર્યંચ છે ને? તે તીછો જે કપટ, મહામાયાવી.. આહાહા..! જેના હૃદય હાથ ન આવે, માયાના કપટના ઊંડાણમાં પત્તો ન લાગે એનો, એવા માયાચારી.. આહાહા..! મરીને નિગોદમાં જાય, જ્યાં જીવ છે એવી કબુલાત પણ બીજાને ન થાય. આહાહા..! એ ઠેકાણે જાય. માટે ધર્માત્માએ સમ્યગ્દર્શન સહિત સ૨ળતાના ભાવને અપનાવવો. આહાહા..!
અહીં તો એક વિચાર આ આકૃતિનો આવ્યો છે કે, આકાશ છે એને પણ આકૃતિ છે. આહાહા..! અરે..! જુઓ તો ખરા)! વ્યંજનપર્યાય છે ને? આહાહા..! આ અલોક છે ને, અલોક ખાલી? કયાંય અંત નથી. છતાં એને વ્યંજનપર્યાય-આકાર છે. આહાહા..! એ વાંચેલું તે દિ’નું ખબર છે. આમાં અધિકાર છે, આકૃતિનો, શુદ્ધદ્રવ્યનો અધિકાર. ‘માણેકચંદ’ એ લેતા, માણેકચંદ' પંડિત હતા ને? અહીં તો પહેલેથી ખબર છે. આહાહા..!
એવી જેની વિશાળતા, એવી વિશાળતા જેને અંત૨માં બેઠી છે એને માયા ને કપટ કેમ હોય? એણે એનું વર્ણન લીધું. ‘ખાળતો શુદ્ધ ચપ્પાનું’ એમ. એ શબ્દ મૂકયો છે. આવે છે ને? એમ કે, શુદ્ધ દ્રવ્યની આકૃતિ અને શુદ્ધ દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ, જેને જ્ઞાનમાં, ભાનમાં જેને બે... આહા..! એની દશા સર્વજ્ઞને પામવાની લાયકાત થઈ જાય. સમજાણું કાંઈ? આહા..!
સિદ્ધને આકાર છે. નિરાકાર નિરંજન કહેવામાં આવે છે એ તો જડનો આકાર નથી (એટલે). આહાહા..! અહીં શું કહેવું છે? વસ્તુ આખી આમ એવી છે. એ વસ્તુને જેવી છે તે રીતે જ્ઞાનમાં, શ્રદ્ધામાં જાણવી અને માનવી, એમાં કપટનો ને માયાનો અવકાશ નથી. એવી સરળતામાં, ધર્મી સરળતામાં પરિણમી રહ્યા છે. એનું ફળ તેને મોક્ષ છે. પણ વિકલ્પ છે થોડો તેથી એનું ફળ સ્વર્ગ કહેવામાં આવે છે. આહા..! દસલક્ષણી પર્વ એટલે તો અલૌકિક ચીજ છે, બાપુ! એ કંઈ.. આહાહા..! ભાવલિંગી સંતો જેને–દસલક્ષણીને આરાધે છે. આહાહા..! એ અલૌકિક વાતું છે. અહીં ક્યાં આવ્યું છે? ભાવાર્થ?
‘સમયસાર’ ‘નિર્જરા અધિકાર’, ૨૧૮-૨૧૯નો ભાવાર્થ. આહા..! જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો શાની...’ આહાહા..! શુભાશુભ પરિણામની મધ્યમાં રહ્યો પ્રભુ, આહાહા..! છતાં તેને કર્મ બંધાતું નથી. ધર્મી ‘કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે.’ એ શુભાશુભ પરિણામની મધ્યમાં જ એની દૃષ્ટિ ત્યાં છે. ધર્મીની દૃષ્ટિ શુભાશુભ પરિણામના કાર્ય કાળે પણ, શુભાશુભ પરિણામના કાર્ય કાળે પણ સ્વભાવ ઉપર દૃષ્ટિ હોવાથી તેને શુભાશુભ પરિણામ થયા છે