________________
ગાથા-૨૦૮
૨૫૫
આટલા શબ્દો વાપર્યાં. એક તો રાગને અજીવ કહ્યો, બીજું રાગને પદ્રવ્ય કહ્યો. આ એક શ્લોકમાં. એ દયા, દાન, વ્રત પરદ્રવ્ય છે. આહાહા..! ‘નિયમસાર'માં તો નિર્મળ પર્યાયને પદ્રવ્ય કહ્યું છે, પર્યાય ઉ૫૨થી દૃષ્ટિ હટાવવા. સમજાણું? આ તો પરદ્રવ્ય વાસ્તવિક છે. આહાહા..! હું પરદ્રવ્યનો પરિગ્રહ–રાગ મારો છે, એમ નહિ માનું. આહાહા..! જુઓ! આ ધર્મની દૃષ્ટિ. આ સમ્યગ્દષ્ટિનો ભાવ. આહાહા..!
ભાવાર્થ :- નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે.' નિશ્ચય નામ વાસ્તવિક દૃષ્ટિમાં એમ સિદ્ધાંત છે, સિદ્ધ થયેલી વસ્તુ છે કે જીવનો ભાવ જીવ જ છે,... જ્ઞાયકપણું, જાણવું, આનંદાદ એ જીવનો ભાવ જીવ જ છે. તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે;...' પોતાનો શાયક અને આનંદસ્વરૂપ પ્રભુ, એ પોતાનું સ્વ અને તેનો સ્વામી નિજ આત્મા. પોતાનું સ્વસ્વામીપણું તેમાં છે. રાગ સ્વ અને તેનું સ્વામીપણું પોતામાં નથી. આહાહા..! તો આ બાયડી, છોકરા ને આ બધા.. આહાહા..! પળોજણ ઉભી (કરી). એ તો તારામાં છે નહિ અને તારા છે નહિ. આહાહા..!
તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે;...' પોતાનો આનંદ, જ્ઞાન સ્વભાવ સાથે. અજીવનો ભાવ અજીવ જ છે,..' રાગાદિ તો અજીવનો ભાવ, એ અજીવ છે. તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે.’ અજીવનો સ્વ-સ્વામી સંબંધ છે. અજીવ તેનો સ્વ અને અજીવ તેનો સ્વામી. આહાહા..! ‘સમયસાર’નો એક એક શ્લોક ભગવાનની દિવ્યધ્વનિનું માખણ. આહાહા..! ‘કુંદકુંદાચાર્ય’ની ગાથા અને ‘અમૃતચંદ્રાચાર્ય'ની ટીકા. આહાહા..! ડોલાવી નાખે જીવને અંદર. આહાહા..! પ્રભુ! તું જ્ઞાયકમાં ઝુલ. આહાહા..! એ રાગ તારી ચીજ નથી, પ્રભુ! આહાહા..!
રાગ, દયા, દાન પરિણામ તારા નહિ તો હવે કઈ ચીજ તારી છે? આહાહા..! શરીર ઠીક હોય તો ઠીક થશે. અરે..! પણ એ તો જડ છે, ઠીક થાય તો તને શું છે? આહાહા..! લ્યો, ‘હસમુખભાઈ’ને થયું હતું, નહિ? કેવો રોગ થયો હતો એને? પૈસા તો કરોડો પડ્યા હતા. એવા સપના આવે ને એવા ભાવ આવે, જાણે આમ.. છેલ્લે ગયા હતા ને ત્યાં? એકદમ પેલું થઈ ગયું, અનુકૂળતા થઈ ગઈ. છેલ્લી સ્થિતિ આમ. એવા સપના આવે જાણે મારી નાખ્યો, મારી નાખ્યો, આ કર્યું ને આ કર્યું. એને થયું હતું, લાલચંદભાઈ’! એને થયું હતું. બહુ છેલ્લી સ્થિતિ હતી. આમ ગભરાય ગયેલા. એમાં અમે ગયા. કુદરતે બધું ફરી ગયું.
મુમુક્ષુ :- આપના પગલે.
ઉત્તર = એ કુદરતે થવાની પર્યાય છે. આહા..! એ વખતે સપનામાં મારી નાખ્યા કો’કે. મારી નાખ્યો. એવા સપના આવતા. કલ્પના એવી આવતી. આહાહા..! પૈસા તો કરોડો રૂપિયા હતા, શું ધૂળ કરે અંદર? આહાહા..!