________________
૨૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આનંદનો નાથ અંદર ડોલે છે. આહાહા...! અતીન્દ્રિય આનંદથી ભરપૂર ભગવાન ભર્યો છે. જેમ અતીન્દ્રિય જ્ઞાનથી ભરપૂર ભર્યો છે તેમ અતીન્દ્રિય આનંદથી ભરપૂર (ભર્યો છે). જ્યારે તેનું જ્ઞાન થાય છે તો જ્ઞાન સાથે આનંદ પણ આવે છે. આહાહા...! તેને જીવ કહેવામાં આવે છે. અને સાથે જે રાગ છે તે જો મારો થઈ જાય તો હું જીવ નહિ રહું, અજીવ થઈ જઈશ. (એ) હું નહિ કરું, હું તો જ્ઞાતા છું. આહાહા.! આવો મારગ છે.
પરદ્રવ્યને. જુઓ! પુણ્યને પરદ્રવ્ય કહ્યું. એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ રાગ (છે), અરે...! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પરદ્રવ્ય છે. આહાહા...! હું પરદ્રવ્યનો પરિગ્રહ નહિ કરું. પરદ્રવ્ય મારા છે એમ નહિ માનું. આહાહા...! તેની પકડ નહિ કરું, હું તો ભગવાન શાયકને પકડમાં લીધો છે તો રાગની પકડ નહિ કરું. આહાહા.! રાગ આવશે, ધર્મીને પણ રાગ તો આવશે પણ પકડ નહિ કરું કે એ મારો છે. આહાહા.! આવી વાતું છે. આવી વાત સાંભળવી મુશ્કેલ પડે, બાપુ! છે ને?
અમને તો ૯૦ વર્ષ થયા. શરીરને ૯૦ (થયા). (સંવત) ૧૯૬૪ની સાલથી. કહ્યું હતું ને? ૧૯૬૪માં ૧૮ વર્ષની ઉંમર (હતી), ૭૨ વર્ષ પહેલા એ આવ્યું હતું અંદરમાં. આહાહા.! પ્રભુ! તું કોણ છો? ‘શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ” ૧૮ વર્ષની ઉંમરે, ૧૯૬૪ની સાલ. સંવત ૧૯૬૪. બે દુકાને હતી ને ત્યાં? ૧૯૬૩માં બીજી દુકાન કરી. ૧૯૫૯માં અમારા પિતાજીની દુકાન હતી, પાલેજ'. ૧૯૬૩માં કુંવરજીભાઈ ને મારા મોટા ભાઈની દુકાન (કરી). બેય દુકાન બંધ રાખી હતી. કુંવરજીભાઈની બેનના લગન હતા તો બધા ચાલ્યા ગયા હતા. હું ને એક નોકર બે રહ્યા હતા. આહા.! એ વખતે રામલીલા આવી હતી ને બરાબર જોવા ગયા. એમાંથી અંદરથી એવું આવ્યું. એ અડધી કડી યાદ રહી ગઈ. બાકી છ કડી હોત તો ખબર પડત કે આ શું છે? આ શબ્દ આવ્યો અંદરથી. અમે તો વાણિયા વેપારી, અહીં ક્યાં કવિ-બવિ હતા. પણ એ વખતે (આવ્યું, ‘શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ” એ લીટી શરૂ થઈ ગઈ. લાલચંદભાઈ! અંદરથી, હોં! આહાહા.! અમારો નોકર જોડે બેઠો હતો. વીરચંદ હતો. આહાહા...! તું તો પ્રભુ દેવનો દેવ છો. આ દેવો જે છે એનોય પણ દેવ તું છો. આહાહા...! આ ચીજ બાપુ! એવી કોઈ છે અંદર.
એને અંતરમાં રાગ રુચે નહિ, આહાહા.. (રાગ) આવે, હોય, પણ એ રુચે નહિ. એને પોતાનો માનતો નથી. આહાહા...! આવું કામ એટલે લોકોને તો લાગે ને, માળા! વ્યવહારને તો ઉથાપે છે. ઉથાપે શું? નાશ કરીએ છીએ, સાંભળને! વ્યવહાર અજીવ છે, એમ કહે છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો ભાવ, શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ અને પંચ મહાવ્રતનો વિકલ્પ એ અજીવ છે, એ જીવ નહિ. આહાહા...! રાડ નાખે ને! “કિશોરભાઈ! આ ક્યાં જ્યાં નાઈરોબીમાં છે ત્યાં? પૈસા છે ત્યાં, ધૂળ. ‘અજીતભાઈ અહીં રહે છે એનો નાનો ભાઈ. ‘અજીતભાઈ ઘણીવાર અહીં રહે છે. “પ્રેમચંદભાઈ આવતા પહેલા. મકાન હતા. આહાહા...!