________________
ગાથા– ૨૦૮
૨૫૩ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું.” આહાહા...! ધર્મી આત્માના જ્ઞાની, પોતાનો સ્વભાવ જ્ઞાયકરૂપ છે તે હું છું, એ મારું સ્વ છે, એ મારું ધન છે તેમ માને છે). સ્વ નામ ધન. આહાહા..! એ મારી લક્ષ્મી છે. હવે આ તમારા હીરા-ફીરાની લક્ષ્મી તો ક્યાંય ધૂળમાં રહી ગઈ. પચીસ જણા એને ઘરે કામ કરે છે, હીરાને ઘસવાના. મોટા મોટા, એક એક મહિને હજાર રૂપિયાના.
મુમુક્ષુ - આપ તો કહો છો કે પરનું કામ કરી શકે નહિ.
ઉત્તર :- એ કરી શકે નહિ પણ ત્યાં કરે છે એમ માને છે ને પચીસ જણા કામ કરે છે. એક એકને એક હજાર રૂપિયા મહિને મળે છે. પચીસ હજાર રૂપિયા તો એક મહિને આપે છે. હીરાને ઘસવાના એક મહિનાના પચીસ હજાર. ત્યાં ગયા હતા ને દુકાને બધા આવ્યા હતા, પગે લાગવા. કીધું, આ કોણ છે આ? કે, હીરાને ઘસનારા છે. બાર મહિને ત્રણ લાખ તો ઘસવાના આપે છે. એટલે જાણે બીજા પૈસા તો કેટલા પેદા થાતા હશે, ધૂળ. આહાહા.! એ કહે છે કે, એ પૈસા મારા છે, મરી ગયો પ્રભુ તું, મારી નાખ્યો તને. તારું જીવ સ્વરૂપ છે તેને અજીવપણે (માનીને મારી નાખ્યો. આહાહા...!
અહીંયાં એ આવ્યું. તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો...... આહાહા...! વાણી તો મારી નથી, કર્મ તો મારા નથી પણ ઉપદેશમાં જે વિકલ્પ ઉઠે છે તે મારો નથી. સમજાણું? ધર્મી એમ જાણે છે કે, વાણીની પર્યાય એ તો જડની છે, એ તો મારી નથી, મારાથી નથી પણ સમજાવવાનો જે વિકલ્પ આવે છે એ પણ પુણ્ય છે, શુભ ભાવ છે તે અજીવ છે. આહાહા.! આવું કામ આકરું. એ “અજીવપણું ન હો...' મારામાં અજીવપણું ન હો. આહાહા...!
હું તો જ્ઞાતા જ રહીશ” આહાહા...! ધર્મી સમ્યગ્દષ્ટિ ધર્મની શરૂઆતવાળો, ધર્મની પહેલી સીઢીવાળો આમ માને છે. આહા. તો જ્ઞાતા જ રહીશ,...” રાગ આવે છે પણ એ મારો નથી. હું તો તેને જાણનારો રહીશ. આહાહા.! સમજાણું? જુઓને, આમાં આ તો સ્પષ્ટ વાત છે. આ તો બે હજાર વર્ષ પહેલા ‘કુંદુકુંદાચાર્યે કહ્યું. આ ટીકા હજાર વર્ષ (પછી) “અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત, ચાલતા સિદ્ધ એની ટીકા તે ટીકા. હિન્દુસ્તાનમાં બીજે તો નથી પણ દિગંબર જૈનમાં આવી ટીકા બીજી નથી. એવી ટીકા! આહાહા! જુઓને ! કેટલું બતાવે છે! આહાહા...! સંસ્કૃત ટીકાકાર છે.
કહે છે કે, ધર્મી એમ જાણે છે કે રાગ તો અજીવ છે. તેને મારી માનું તો હું અજીવનો સ્વામી થઈ જાઉં અને અજીવનો સ્વામી થાઉં તો અજીવ થઈ જઈશ. આહાહા.! પુણ્યને અજીવ માનીને મારા નથી માનતો. આહાહા...! તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.” આહાહા.! એ શુભ ભાવની પણ પકડ નહિ કરું કે, આ મારા છે. આહાહા...! ભાષા તો સાદી છે, પ્રભુ! આ તારા ઘરની વાત ચાલે છે, નાથ! આહાહા.!