________________
૨૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭
તેમાં આત્મા-જ્ઞાન નથી. એ જ્ઞાયક સ્વરૂપનો તેમાં અભાવ છે. આહાહા..! તેના ભાવમાં તો અજીવપણું છે. જીવપણું તો શાયક ભાવ છે. રાગ તો અજીવપણાનો અજ્ઞાન ભાવ છે. આહાહા..! આવી વાત છે, બાપુ! આકરું પડે, શું થાય? પછી સોનગઢનું એકાંત છે, એકાંત છે.’ એમ લોકો કહે છે. કા૨ણ કે વ્યવહારથી લાભ થાય એ તો કહેતા નથી. પણ વ્યવહાર તે અજીવ જડ છે. વ્યવહા૨ રત્નત્રયનો વિકલ્પ એ અજીવ જડ છે. જડથી તારામાં લાભ થશે? તારી ચીજમાં છે તેનાથી તને લાભ થશે. તારી ચીજમાં તો જ્ઞાન ને આનંદ છે (તો) જ્ઞાન, આનંદથી તને લાભ થશે. આહાહા..! આવી વાત મળવી મુશ્કેલ પડે.
અરે..! પ્રભુ! આહા..! ચોરાશી લાખ યોનિમાં) ડૂબકા મારતા પરિભ્રમણ કરે છે. મોરબીવાળા’એ તો નજરે જોયું, પાણીમાં મડદાં તરતા. આહાહા..! એમ આ ચોરાશીમાં રખડતા પ્રાણી મડદાં-મડદાં છે. ચૈતન્યના ભાન વિનાના પ્રાણીને મૃતક કલેવર કહ્યા છે. આહાહા..! સંસારમાં ડૂબીને મરે છે, જે પ્રાણી અજ્ઞાનમાં રાગ મારો, પુણ્ય મારું.. આહાહા..! એ મરી ગયેલા મડદાં (છે). ચૈતન્ય જીવતો જાગતો જીવ છે તેને પુણ્ય મારું માનીને મારી નાખ્યો છે, મડદું કરી નાખ્યું. એ છે ને? કળશટીકા’માં છે, મરણતુલ્ય કરી નાખ્યો. છે ને? આમાં છે? ૨૮, ૨૮ ને? ૨૮ કળશ. જુઓ!
જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે. પરન્તુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી...' રાગ મારો છે, એ રાગથી ઢંકાયેલો હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું;...' આહાહા..! કળશની ‘રાજમલજી’ની ટીકા છે. મરણને પ્રાપ્ત થઈ ગયું. અરે.....! રાગ મારો (માનીને) પ્રભુ! તેં આત્માને મારી નાખ્યો. એ જીવતી જ્યોત જ્ઞાયક, એને આ મડદાં, રાગ મારા (માનીને) જીવને મરણતુલ્ય કરી નાખ્યો. આહાહા..! છે? ‘તે ભ્રાન્તિ...’ આહાહા..! પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે,...' ત્રણલોકના નાથનો ઉપદેશ એ છે.. આહાહા..! કે, પુણ્યના પરિણામ અજીવ છે, પ્રભુ! (એ) તારા નહિ. આહાહા..! જે પુણ્યના પરિણામ મારા છે એમ માનીને તારા આત્માને મરણતુલ્ય કરી નાખ્યો. એ ભ્રાંતિ ત્રણલોકના નાથના ઉપદેશથી (મટે છે).
એમનો–પ્રભુનો ઉપદેશ શું છે)? રાગ પુણ્ય છે, અજીવ છે, તારી ચીજ નહિ. અંદરમાં ભગવાન શાયક સ્વરૂપ એ તારી ચીજ છે. એવી વીતરાગની વાણી સાંભળતા ભ્રાંતિનો નાશ થાય. બાકી વીતરાગ સિવાય ક્યાંય એ વાત છે નહિ. તીર્થંકર સિવાય, જૈન પરમેશ્વર સિવાય આ વાત કચાંય છે નહિ. આહાહા..! આ ટીકાકાર છે. આખા કળશ છે ને? એની ટીકા ‘રાજમલે’ (કરી છે). ‘રાજમલ જૈનધર્મી, જૈનધર્મ કે મર્મી’ ‘બનારસીદાસે’ કહ્યું. ‘બનારસીદાસ’. ‘સમયસાર નાટક’માં આવ્યું છે. આહા..! શું કહ્યું?
ધર્મી કહે છે કે, ‘(લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે.’ રાગને મારો માનું તો લાચારીથી મારામાં અજીવપણું આવી જાય. આહાહા..! મારું તો એક શાયક ભાવ જ