________________
ગાથા- ૨૦૮
૨૫૧
રખડવું છે. આહાહા...!
હવે ચાલતો અધિકાર. ખરેખર અજીવ જ હોય.” આહાહા...! ધર્મી જીવ સમકિતી જ્ઞાની એમ વિચાર કરે છે કે હું તો જ્ઞાયક સ્વરૂપ છું. પુણ્ય અને પાપ તો અજીવ, અજીવ જડ છે, એ અજ્ઞાનભાવ છે કેમકે એમાં મારો જ્ઞાનસ્વભાવ છે નહિ. મારો જ્ઞાનસ્વભાવ એ શુભઅશુભભાવમાં છે નહિ, તો એ શુભભાવ, અશુભભાવને અજ્ઞાન કહીને મારા નથી એમ કહ્યું. અને જો હું મારા માનું તો હું અજીવ થઈ જઈશ. કહો, “શાંતિભાઈ! તો પછી પંકજ ને ફલાણા ને ઢીકણા..
મુમુક્ષુ :- આત્મા સિવાય કોઈ મારું નથી. આવું સાંભળવા મળે ત્યારે ને, આવું કોણ સંભળાવે?
ઉત્તર :- પણ ભાગ્યશાળી તમે મૂકીને આવ્યા છો. કેટલો ઉત્સાહ કર્યો છે. ના પ્રમુખ છે. મૂકીને અહીં આવ્યા છે. માર્ગ આ છે, બાપા! કાંતિભાઈ ! આ તો પરમાત્માનો માર્ગ છે. આહાહા...! પહેલું તો સાંભળવા મળવું મુશ્કેલ છે. એ સિદ્ધ છે, અમે તો આખું હિન્દુસ્તાન જોયું છે ને આહાહા..!
અહીં કહે છે, આહાહા.! ગાથા બહુ સારી આવી છે. હું અવશ્ય અજીવનો સ્વામી થાઉં. જો હું પુણ્ય મારું માનું, શુભભાવ, હોં! તો હું અવશ્ય તેનો સ્વામી થાઉં. “અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે.” આહાહા.! મારી લાચારીથી પુણ્ય પરિણામ મારા માનું તો મને લાચારીથી અજીવપણું આવી પડે, હું તો અજીવ થઈ જાઉં. આહાહા...! એઈ..!
મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે,” આહાહા.! જાણનાર-દેખનાર ભગવાન જ્ઞાતા-દષ્ટા એ (હું છું). મારું તો એક જ્ઞાયક ભાવ જ.' પુણ્ય ભાવ નહિ અને જ્ઞાયક ભાવ જ. આહાહા...! જે “સ્વ” છે...” જ્ઞાયકભાવ જ સ્વ છે. પોતાનો જે જ્ઞાયક ભાવ તે સ્વ છે, એ મારું ધન છે, એ મારી લક્ષ્મી છે. તેનો જ હું સ્વામી છું. આહા.! હું તો જ્ઞાયકભાવ તે મારું સ્વ છે, તેનો હું સ્વામી છું. આહાહા...! એ અજીવનો સ્વામી થઈ જાઉં તો હું અજીવ થઈ જાઉં, પરંતુ) હું એવો છું જ નહિ. આહાહા...! આ બધા પૈસા-બૈસાના માલિક ને તમારા મકાનના માલિક, નહિ? તમારે છ ભાઈઓને પાંચ-પાંચ લાખનો એક એક ઓલું છે, શું કહેવાય? બ્લોક.. બ્લોક. છ ભાઈઓને રહેવાના પાંચ-પાંચ લાખનું એક. પૈસા તો કરોડો રૂપિયા છે. ધૂળ. ધૂળ. આહાહા.! એવું સાંભળ્યું છે. પણ આવ્યા હતા, નહિ? એક ફેરી આવ્યા હતા ત્યાં મકાનમાં આવ્યા હતા. પોપટભાઈ હતા. આહાહા.! છ ભાઈઓનું જુદું અને એના બાપનું જુદું. આહાહા.! ચાલ્યા ગયા. કોની ચીજ હતી? બાપા!
અહીં તો કહે છે કે, એ સંયોગ તો પુણ્યના ફળ છે. એ તો ક્યાંય દૂર રહી ગયા. પણ તારામાં જે રાગની મંદતાનો શુભ ભાવ આવ્યો, એ પણ અજીવ છે, એ અજ્ઞાન છે,