________________
૨૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અહીં તો કહે છે કે, પ્રભુ! એકવાર સાંભળ તો ખરો. નિર્જરા તેને થાય છે કે જેણે પોતાના જ્ઞાયક સ્વભાવને સ્વધન માન્યો અને રાગાદિને પરધન અને અજીવ માન્યા... આહાહા...! સમજાણું? એ પુણ્યભાવને અજીવ માન્યો, શુભભાવ અને પોતાના ચૈતન્ય ભગવાનને જીવ જ્ઞાયકરૂપે જાણ્યો, એ કહે છે કે, હું જો અજીવને ગ્રહણ કરું. આહા.! તો અજીવનો સ્વામી થાઉં. “અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. આહાહા...! દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ અજીવ છે. આરે..! ત્યાં પર્યાયમાં જીવ કહ્યા. અહીં કહે છે કે, એ અજીવ છે. ત્યાં પછી પરસમય કહીને દૂર કરી દીધા. આહાહા.! અરે.! અશરણ (સંસારમાં) શરણ કયાંય ન મળે. શરણ જે પ્રભુ છે અંદર, ચિદાનંદ સ્વરૂપ તેની જ્યાં દૃષ્ટિ થઈ, તેનું જ્ઞાન થયું તે શરણ (છે). ત્યારે તે ધર્મી જીવ એમ માને છે કે રાગ એ પુણ્ય એ અજીવ છે. હું જો તેને ગ્રહણ કરું તો હું અજીવ થઈ જાઉં. કેમકે અજીવનો સ્વામી અજીવ હોય. ભેંસનો સ્વામી પાડો હોય, ભેંસનો સ્વામી વાણિયા, શેઠિયા નથી હોતા. આહાહા..! અહીં તો કહે કે, અમારી ભેંસ છે. અહીં તો કહે છે કે, ભેંસ તારી છે એમ હું માન તો ભેંસનો પાડો થયો. એ.ઈ.! આ મારી ઘોડી છે કે આ મારો ઘોડો છે. ઘોડા હોય છે ને?
અમારે દામોદરશેઠ” હતા ને, “દામનગર'? એટલામાં પૈસાવાળા ઈ જ હતા. તે દિ' સીત્તેર વર્ષ પહેલા) દસ લાખ રૂપિયા. “દામોદરશેઠ” “દામનગરના છે અને ઘરે ઘોડા. એક ઘોડા, બે ઘોટા એમ નહિ. જુદી જુદી જાતની ઘોડી અને જુદી જાતના ઘોડા અને આરબો ઘરે. આરબ. બંદૂકનો આરબ બેઠો હોય. આ ‘દામનગર'. ત્યાં અમારા ઘણા ચોમાસા હતા ને? આહાહા...! એ બધી ધૂળની સાહ્યબી. આહાહા...! અને પોતાની માને. એ તો બહારની ચીજ પણ અહીં તો અંતરના પુણ્ય ભાવ છે.
એ તો ત્યાં “પુણ્ય-પાપ (અધિકારમાં)* કહ્યું છે ને બેય ભાવ અજ્ઞાન છે. પુણ્ય-પાપમાં કહ્યું છે ને? “પુણ્ય-પાપ' નહિ? શરૂઆતમાં કહ્યું છે). ૧૪૫ ગાથા, ૧૪૫ ગાથા છે? નીચે ટીકાનો છેલ્લો પેરેગ્રાફ. “શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; છે? ૧૪પ ગાથા, “અમૃતચંદ્રાચાર્યની ટીકા. આહાહા....! અને કુંદકુંદાચાર્યની ગાથા. છે? શુભ કે અશુભ પરિણામ, જે જીવપરિણામ કહ્યા. “કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે;” બને એક છે, અજ્ઞાન છે. આહાહા...! સમજાણું? બને એક જ છે તો પુણ્ય-પાપમાં ભેદ છે એમ અમે નથી કહેતા. આહાહા! છે? તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી.” કર્મના પરિણામ જે બંધનનું કારણ છે તેમાં ભેદ નથી. એ શુભ અને અશુભ બેય અજ્ઞાનભાવ છે. આહા...! આવી વાત, ક્યાં લોકોને પડી છે? સંસારમાં રખડીને મરે છે, અનાદિથી ચોરાશી અવતાર (ચાલે છે). વાડામાં ધર્મને બહાને પણ પુણ્યની ક્રિયા કરીને ધર્મ માને અને અમે ધર્મ કરીએ છીએ (એમ માને છે). અરે.. જન્મ-મરણ નહિ ટળે, પ્રભુ! આહાહા...! એ તો સંસાર છે. શુભભાવ એ તો સંસાર છે, અજીવ છે. અજીવમાં (ધર્મ) માનવો તો સંસારમાં