________________
૨૪૯
ગાથા૨૦૮
ज्ञानं सम्यग्दष्टिं तु संयम सूत्रमङ्गपूर्वगतम्।
ધર્માધર્મ વ તથા પ્રવ્રખ્યામવુપયાત્તિ વધા:TI૪૦૪TI એ આત્મા છે, એમ કહીને. આહાહા. એમાં છેલ્લે છે. અહીંયાં છે, જુઓ! “જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે.” બીજી લીટી છે. છે? “જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે...” જ્ઞાન. જ્ઞાનપર્યાય. આ શાસ્ત્રના પાના એ નહિ. “જ્ઞાન જ ધર્મઅધર્મ (અર્થાતુ પુણ્ય-પાપ છે, જ્ઞાન જ પ્રવજ્યા છે – એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો.”
એ પ્રમાણે સર્વ પદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મ...” જુઓ! પહેલા પર્યાયમાં એના કહ્યા, પણ પછી કહે છે કે, એ ધર્મઅધર્મ છે તે પરસમય છે. સ્વસમય આત્મા (છે). છે? પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને...” છે? પહેલા એની પર્યાયમાં છે એમ સિદ્ધ કર્યું. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ ધર્મ પણ પોતાની પર્યાયમાં છે અને પુણ્ય-પાપ પણ પોતાની પર્યાયમાં સિદ્ધ કર્યા. પછી કહ્યું કે, એ પરસમયને દૂર કરી દે. આહાહા...! છે? આહાહા.! પરસમયને દૂર કરીને
ધર્મ-અધર્મરૂપ પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂ૫) પરસમયને દૂર કરીને પોતે જ પ્રવજ્યારૂપને પામીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને,” આહાહા.! પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, સ્વ દર્શન-જ્ઞાન-ચારિત્ર તેને પ્રાપ્ત કરીને. રાગાદિ પરસમય છે તેને દૂર કરીને. પહેલા કહ્યું કે, તેની પર્યાયમાં છે. પછી કહ્યું કે તે પરસમયને દૂર કરીને. આહાહા.! હવે પરસમય કહ્યું, કુશીલ કહ્યું, અજીવ કહ્યું. શુભભાવ. આહાહા.! આ તો જરી પ્રવજ્યાનું યાદ આવ્યું. પ્રવજ્યા એ કોણ છે? બાપા! એ પુણ્ય-પાપથી રહિત પોતાના સ્વરૂપની આનંદ સહિતની રમણતા એ પ્રવજ્યા છે. પ્રવજ્યા કોઈ નગ્ન થઈ ગયો ને પંચ મહાવ્રતના પરિણામ, એ પણ ક્યાં અત્યારે છે? અત્યારે તો એને માટે ચોકા બનાવીને લ્ય છે. વ્યવહારનાય ઠેકાણા નથી. દેનાર પણ પાપી અને લેનાર પણ પાપી છે. બેય (પાપી) છે. એને માટે ચોકા બનાવે. બોલે (એમ કે) આહાર શુદ્ધ, મન શુદ્ધ. પણ આ બનાવ્યું એને માટે તો શુદ્ધ કયાંથી આવ્યું તારું? જૂઠું બોલે અને એને માન્ય રાખીને લ્ય. માર્ગ બાપા આ તો વીતરાગનો છે, ભાઈ! સમજાણું? અને એ તો અમે પંદર-વીસ વર્ષ કર્યું હતું ને? અમારે માટે પાણીનું બિંદુ હોય તો નહોતા લેતા. સંપ્રદાયમાં એ રીતનું માન્યું હતું ને. બે-બે દિવસ સુધી પાણીને બિંદુ નહોતું મળતું. છાશ, મઠ્ઠો મળે. ગરાસિયા કે રજપૂતને ત્યાંથી લઈ આવીએ. રોટલી ને છાશ. એ વખતે તો જે ક્રિયા માની હતી એ સખત કરતા. સ્થાનકવાસીમાં. પાણીનું બિંદુ પણ અમારે માટે કર્યો હોય તો બિલકુલ એ ગૃહસ્થને ઘરે આહાર ન લઈએ. પણ એ અજ્ઞાનની ક્રિયા. આહાહા.! આહાહા..!