________________
૨૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ સ્વામી થાઉં;..' આહાહા..! અને અજીવનો જે સ્વામી...' થાય. ભેંસનો ધણી પાડો હોય છે. ભેંસનો ધણી કોઈ વાણિયો, શેઠિયો નથી હોતો. એમ આ રાગનો હું ધણી થાઉં.. આહાહા..! તો હું અજીવ થઈ જાઉં. ગજબ વાત છે, પ્રભુ! આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ. આહાહા..! સંપ્રદાયના આગ્રહમાં પડ્યા છે એને આવી વાત સાંભળવી મુશ્કેલ પડે. આહાહા..!
પ્રભુ કહે છે, પ્રભુ! તું આત્મા છો ને! અને આત્મા છે તો એ તો જ્ઞાન ને આનંદનો ભંડાર પ્રભુ છે. તેમાં આ રાગાદિ પરિણતિ ઉત્પન્ન (થાય) એ તારી ચીજ નથી. હવે જે ચીજ તારી નથી તેનાથી તને લાભ થશે? આહાહા..! પુણ્ય પરિણામ કરું (તો) મને લાભ થશે. અરે...! પ્રભુ! શું કરે છે તું આ? તું અજીવ થઈ ગયો? તેનો સ્વામી થઈને મારા માને એ તો અજીવ થઈ ગયો. ખરેખર અજીવ જ હોય.' છે? અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય.' આહાહા..! એ દયા, દાન, વ્રતનો રાગ એ હું મારો માનું તો એ તો અજીવ છે, તો હું અજીવ થઈ જાઉં. આહાહા..! આવો વીતરાગનો માર્ગ (છે). એ જિન વીતરાગ સિવાય ચાંય કોઈ માર્ગમાં એ વાત છે નહિ. વેદાંત ને વૈષ્ણવ ને અન્ય બધા અનેક પ્રકારના, બધી કલ્પિત વાતું છે. અરે..! શ્વેતાંબરમાં કલ્પિત વાતું છે તો બીજે તો... શ્વેતાંબર મત પણ કલ્પિત કાઢેલો છે. આ તો વસ્તુનું સ્વરૂપ (છે). આહાહા..!
સર્વજ્ઞ ૫૨માત્માનો પોકાર (છે કે) પ્રભુ! તું આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છો ને ! તારી માલિકીની ચીજ તો જ્ઞાન ને આનંદ છે ને, પ્રભુ! અને એ રાગને જો પોતાનો માનીશ તો તું અવ થઈ જઈશ. આહાહા..! હવે ઓલો કહે છે કે, પુણ્યને અધર્મ કયાં કહ્યું છે? પણ અહીં પુણ્યને અજીવ કહ્યું ઇ શું છે? જીવ નહિ તે અજીવ, ધર્મ નહિ તે અધર્મ. આહાહા..!
એ તો ઓલા ‘સર્વવિશુદ્ધ'માં આવે છે ને? ભાઈ! ૪૦૪ ગાથા, નહિ? એમ કે, આત્મા જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે અને પુણ્ય-પાપ એ આત્મા છે. ધર્મ-અધર્મ’ શબ્દ ત્યાં પડ્યો છે. ધર્મ એટલે પુણ્ય. એમ કહીને પોતાની પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કર્યું પર્યાયમાં પણ પછી કહ્યું કે, શુભાશુભ ભાવ ૫૨સમય છે તેને દૂર કરી દે. ૪૦૪ ગાથા છે ને? આહાહા..! ‘ધમ્માધમં’ આત્મા, ત્યાં તો એમ લીધું છે. પુણ્ય ને પાપ આત્મા છે, એની પર્યાયમાં છે ને? એ અપેક્ષાએ. અહીં એ વાત નથી. અહીં તો નિર્જરાનો અધિકાર છે તો એ પુણ્ય ને પાપ અજીવ છે. ત્યાં તો જીવની સ્થિતિનું વર્ણન થાય છે કે પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર થયા તે પોતાના અને પુણ્ય-પાપ પણ પોતાના છે. એ કોઈ જડમાં છે અને જડના છે એમ નહિ. પછી કહ્યું કે, એ પુણ્ય-પાપ જે પોતાના છે એમ જે કહ્યું હતું એ પરસમય છે, તેને દૂર કરી દે. તારો સ્વસમય ગ્રહણ કરી લે. છે ને ભાઈ એમાં? પાછળ છે. શું છે એ? ૪૦૪ છે? ૪૦૪ છે. જુઓ! ૪૦૪ (ગાથા) એની ટીકા. પાઠ લઈ લ્યો, પાઠ. જુઓ! ૪૦૪ ગાથા.