________________
ગાથા– ૨૦૮
૨૪૭ એમને પણ લાગુ પડેને કે, “સુમનભાઈ ક્યાં એના હતા. અરે! પ્રભુ! તારી ચીજ તો પ્રભુ! આહાહા...! જેને જન્મ-મરણનો નાશ કરવો હોય અને જન્મ-મરણમાં અવતારમાં ઉત્પત્તિનો નાશ કરવો હોય તો જન્મ-મરણનો અને જન્મ-મરણના કારણરૂપ ભાવ, તેનાથી આત્મા ભિન્ન જ્ઞાયકસ્વરૂપ છે તેને અનુભવવો. આહા...!
પેલો શબ્દ આવ્યો છે ને ત્યાં પહેલું નહોતું ‘હિંમતભાઈએ ગાયું? ન્યાં હમણા વાંચ્યું. જીવરાજજીની પાટ ઉપર કાગળ લખ્યો છે, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા. પરકી આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તું અધૂરા ? કઈ વાતે તું અધૂરો વ્હાલા? મેરા પ્રભુ મેરા તુમ સબ વાતે પૂરો, પરકી આશ કહાં કરે વ્હાલા' એ દયા ને દાનના વિકલ્પની આશા કર નહિ, એ મારા છે એમ નહિ માન, પ્રભુ! આહાહા.! તારી ચીજમાં પૂર્ણતા ભરી છે, નાથ! સર્વજ્ઞ ત્રિલોકનાથનો પોકાર છે. વીતરાગ જિનેશ્વરદેવનો પોકાર છે). આહા.! “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા” આહા.! હમણા જીવરાજજી પાસે વાંચ્યું. કાગળ લખ્યો છે. જીવરાજજીને કીધું, આ ધ્યાન રાખજો, કીધું આ. શરીર ઢીલું થઈ ગયું છે ને. પરકી આશ કહાં પ્રીતમ’ શરીર ઠીક રહે તો ઠીક, શરીરમાં નિરોગતા રહે (તો ઠીક). અરે! પ્રભુ! તારે પરની સાથે શું કામ છે? આહાહા.!
હવે આગળ આવશે, “છિMદુ મિM, ૨૦૯ માં આવશે. શરીર ને વાણી ને મન છેદાવ તો છેદો, ભેદાવ તો ભેદો, નાશ થાવ તો નાશ થાવ, મારે શું? આહાહા...! એમ પુણ્યના-પાપના ભાવ નાશ થાવ તો થાવ, એ મારી ચીજ નથી અને તેનું ફળ સંયોગ મળ્યા, તેનો અભાવ થાઓ, નાશ હો તો નાશ થાઓ, મારે શું? મારી ચીજમાં એ ચીજ છે નહિ. આહાહા...! આકરું કામ ભારે બહુ. વર્તમાન તો આખો વેગ, સંપ્રદાયનો આખો વેગ વ્યવહાર કર્યો ને આ કરો ને આ કરો, ભક્તિ કરો ને પૂજા કરો ને મંદિર બનાવો ને આ કરો, એનાથી થાય (એમાં ચડી ગયો). અર..!
અહીં તો કહે છે કે, ધર્મી જીવ પોતાને એમ માને છે કે હું અજીવ પરદ્રવ્યનો પરિગ્રહ કરું (અર્થાતુ) એ પુણ્ય પરિણામને પોતાના માનું તો “અવયમેવ તે અજીવ મારું “સ્વ” થાય.” તો એ પુણ્ય પરિણામ અજીવ છે તે મારું સ્વધન થાય. આહાહા...! અને હું પણ અવશ્વમેવ તે અજીવનો સ્વામી થાઉં;” બહુ સરસ ગાથા છે. આહાહા.! હું આત્મા આનંદ અને જ્ઞાનનો રસીલો હું છું. આહાહા...! એ જ્ઞાન સાથે, જ્ઞાન, આનંદનું ભોજન કરનારો, અતીન્દ્રિય આનંદનું ભોજન કરનાર, એવો જે હું આત્મા... આહાહા...! એકલું જ્ઞાન નહિ, સમ્યજ્ઞાનની સાથે આનંદનો અનુભવ સાથે, એવું જે જ્ઞાન એ હું છું. એ રાગાદિ જે અજ્ઞાન ને દુઃખ, એ અજીવને મારા માનું તો હું અજીવ થઈ જાઉં. આહાહા.! ભારે કામ આકરું, બાપુ! વીતરાગ માર્ગ, આહાહા...! અરે.! લોકોએ લૂંટી નાખ્યો. બીજી રીતે કરી નાખીને. આહાહા...!
‘અજીવ મારું “સ્વ” થાય... પુણ્ય મારું ધન થાય અને હું પણ અવશ્યમેવ તે અજીવનો