________________
૨૪૬
ગાથા-૨૦૮ ઉ૫૨ પ્રવચન
સમયસાર સિદ્ધિ ભાગ-૭
માટે હું પણ... હવે ધર્મી જે સાચો ધર્મી છે તે કહે છે કે, હું પણ પદ્વવ્યને નહિ પરિગ્રહું' એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છે :– ૨૦૮.
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज ।
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ || २०८ || નીચે રિગીત.
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે શાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. આહાહા..! ૨૦૮ની ટીકા :- જો...’ છે? ભાઈ ‘કાંતિભાઈ’ને આવ્યું? જો અજીવ પદ્રવ્યને હું પરિગ્રહું...' આહાહા..! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ અજીવ છે, એ જીવની જાત નહિ, પ્રભુ! આહાહા..! આકરી વાત છે, પ્રભુ! આહાહા..! પાણીમાં અત્યારે કેટલા હજાર, ‘ઇન્દુભાઈ’ કહે છે, વીસ હજાર માણસ મરી ગયા. અરે......! એમ અનંતકાળથી અજ્ઞાનમાં ડૂબીને અનંત મરી ગયા. આહાહા..! એને તરવાનો રસ્તો તો ભગવાનઆત્મા જ્ઞાન છે. તેનો અનુભવ કરીને રાગાદિના પ્રવાહને પોતાનો નહિ માનીને. આહાહા..! કેમકે જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું...' જો એ પુણ્ય પરિણામ, રાગનો ભાવ આવ્યો, પણ તેને જો મારા કરું તો અવશ્યમેવ તે અજીવ મારું 'સ્વ' થાય,..' આહાહા..! એ પુણ્ય પરિણામ છે એ અજીવ છે. આહાહા..! આકરી વાત છે. હું જીવ જ્ઞાયક સ્વરૂપ એ પુણ્ય પરિણામ અજીવ છે તેને જો હું ગ્રહણ કરું, પરિગ્રહ કરું એટલે મારા છે એમ માનું તો અવશ્યમેવ, અવશ્યમેવ-જરૂર આ ‘આ અજીવ મારું સ્વ’ થાય...’ આહાહા..! આટલો તો ખુલાસો છે પણ હવે... આહાહા..! વસ્તુ ચૈતન્યમૂર્તિ પ્રભુ! પ્રથમ એની શ્રદ્ધામાં તો પાકું કરે, પછી અનુભવ પછી. પણ શ્રદ્ધામાં જ હજી વાંધા ત્યાં અનુભવ હોય કયાંથી? આહાહા..! શું કહે છે?
કહે છે કે, જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું...' એ પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એ બધા અજીવભાવ છે, મારા ભાવ નહિ. આહાહા..! હવે આમાં પૈસા-બૈસા ધૂળ તો ક્યાંય રહી ગઈ. એ......!
મુમુક્ષુ :– હીરા ક્યાં રહ્યા?
ઉત્તર હીરા હીરામાં રહ્યા, હીરા ક્યાં આત્મામાં હતા? એનો પંકજ એનો કાં હતો? હીરો તો ક્યાંય રહી ગયો હવે.