________________
૨૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અહીં કહે છે, આહાહા.! “જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે...” જે ભગવાન છે આત્મા, એ પામરરૂપે અજીવ થઈ જાય. આહાહા...! પ્રભુ ગરીબ થઈ જાય, અજીવ થઈ જાય. આહાહા...! “માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્થાબુદ્ધિ છે.” આહાહા...! ખરેખર ભગવાનને અજીવનો, રાગ ને પુણ્યાદિને મારા માનવા એ મિથ્થાબુદ્ધિ, મિથ્યાદૃષ્ટિ છે. આહાહા.! આવી વાત છે. આવું સાંભળવાનું, ભાઈ! બોલ્યા નહિ? “કાંતભાઈ નહિ? ‘સાંભળવા મળવું મુશ્કેલ છે.” “કાંતિભાઈ ! ભાગ્યશાળી. ત્યાંના પ્રમુખ છે, મૂકીને આવ્યા છે. બે-ચાર દિથી જોયા તમને. કાંતિભાઈ આવે છે. આહા.! બાપુ! મારગડા... આહાહા.!
જ્ઞાનીને એવી મિથ્થાબુદ્ધિ હોય નહિ.” રાગને પોતાનો માનવો અને તેનાથી લાભ માનવો, એવી બુદ્ધિ હોય નહિ. “જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી...” રાગાદિ મારી ચીજ જ નથી, હું તો જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ (છું). આહાહા...! હું તો જ્ઞાતા છું.’ હું તો જાણનાર-દેખનાર ભગવાન જ્ઞાયક છું. આહાહા...! બીજું કોઈ મારી ચીજમાં છે નહિ. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!).
જે કુટુંબીઓ માટે તું હોંશે હોંશે કાળ ગુમાવી રહ્યો છે, જે કુટુંબીઓને સગવડતા આપવા તું પૈસાદિમાં કાળ ગુમાવી રહ્યો છે તે જ કુટુંબીઓ તારા મરણ પછી શરીરને મકાનના બારસાખ સાથે અડવા પણ દેતા નથી, તો તું પર માટે આ ભવ કેમ વ્યર્થ ગુમાવી રહ્યો છે? અરે તારે ક્યાં જવું છે? જેમ કોઈ મુસાફર ચાલ્યો જતો હોય અને રસ્તામાં જે કાંઈ આવે તેને મારું માની લે, તેમ તે મુસાફર છો અને આ સ્ત્રીપુત્ર મારા, શરીર મારું એમ મારું મારું માની રહ્યો છો, પણ પ્રભુ તારે અહીંથી ચાલી નીકળવાનું છે ને બાપુ આ પરને મારા મારા કાં કહે છો?
અરેરે જીવ અનંત અનંત કાળથી ભટકે છે. આયુષ્ય પૂરું થતાં જીવ તો આ દેહ છોડીને ચાલ્યો જાય છે. ક્યાં ગયો તેની કોને ખબર છે? અજાણ્યા દ્રવ્યમાં, અજાણ્યા ક્ષેત્રમાં, અજાણ્યા કાળમાં અને અજાણ્યા ભવમાં તારે જવાનું છે તેની તને ખબર નથી બાપુ મિથ્યાત્વનો ભાવ છે ત્યાં સુધી એક પછી એક એક જગ્યાએ જન્મ ધારણ કરવાના છે. અબજોપતિ મરીને બકરીની કૂખે જાય, ભૂંડ થાય. દુનિયાને તેની ક્યાં ખબર પડે છે બાપુ તારી ચીજને ઓળખીને તેનું જો પરિણમન ન કર્યું તો સંસારનો રોગ દૂર નહિ થાય.
આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી-૨૦૦૮ ]