________________
૪૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ્ઞાની વિચારે છે, જાણે છે. આત્મા જ્ઞાયક સ્વભાવ સિવાય કોઈ ચીજ મારી નથી. એ પર મારી ચીજ જ નથી. આહાહા...! તિસ્ય તદ્મી: ત: સ્તિ, તેથી જ્ઞાનીને...” ધર્મીને કે જેને આત્માના જ્ઞાયકભાવનું ભાન થયું અને જ્ઞાયકભાવનો સ્વાદ લીધો, જ્ઞાયકભાવના સુખનો પર્યાયમાં અનુભવ થયો એ સમકિતી (છે). આહાહા...! તેથી સમકિતીને, જ્ઞાની કહો કે સમકિતી કહો. ‘આ લોકનો તથા પરલોકનો ભય કયાંથી હોય?’ આહાહા...! આ લોકમાં મારી આ સામગ્રી મરતા સુધી રહેશે કે નહિ? વૃદ્ધાવસ્થા આવશે તો આ બધી સામગ્રી રહેશે કે નહિ? એ ચિંતા સમકિતીને હોતી નથી. સમજાણું? વૃદ્ધ થઈશ અને શરીર જીર્ણ થશે તો આ સામગ્રી શું કરશે? એવી ચિંતા નથી. આહા...! તેમ પરલોકની ચિંતા નથી. અહીંયાંથી ક્યાં જઈશ? સ્વર્ગમાં જઈશ કે મનુષ્યમાં જઈશ? સ્વર્ગ, નરકમાં હું જતો જ નથી. મારો આત્મા મારામાં છે, હું તો ત્યાં જાઉં છું. આહા.! “માંગીલાલજી' આવી વાતું છે. ઝીણી વાત, ભાઈ! આહાહા...!
પરનો ત્યાગ તો આત્મામાં છે જ નહિ. કેમકે પરના ત્યાગગ્રહણથી તો ભગવાન ત્રિકાળી શૂન્ય છે પણ રાગનો ત્યાગ પણ આત્મામાં યથાર્થપણે છે નહિ. કારણ કે રાગરૂપ આત્મા થયો જ નથી તો રાગનો ત્યાગ કરવાનું ક્યાં રહ્યું? આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! અજાણ્યા અજ્ઞાની માણસ અનાદિથી રખડે છે. એને આ વાત કેમ બેસે? એક તો આખો દિ ધંધાપાણી, ધંધાના પાપ અને બાયડી, છોકરા સાચવવા ને ભોગમાં પાપમાં જાય), છ-સાત કલાક સૂવું, એમાં વખત મળે નહિ. કદાચિત્ કલાક વખત મળે તો આ ભગવાનના દર્શન કરવા ને પૂજા કરવી ને ભક્તિ કરવી. એ તો રાગ છે. આહાહા.! સમજાણું? આહાહા.!
જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય?” છે? આહા.! તેથી....” “તચી જ્ઞાનીને...” “ત મી: ‘આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? તે તો પોતે નિરંતર...” આહાહા. ચાહે તો એ ધંધાપાણીમાં દેખાય છતાં જ્ઞાની તો જ્ઞાનનો જ નિરંતર અનુભવ કરે છે. જ્ઞાતાપણાની પર્યાયનો એ કર્તા છે. આહાહા.! સમજાય છે કાંઈ? આહા! તે તો પોતે નિરંતર... સમ્યગ્દષ્ટિ ધર્માજીવ (ધર્મની) શરૂઆતવાળો સ્વયં નિરંતર. છે ને? “સ: (અર્થાતુ) તે ધર્મી. “સ્વયં સતતં પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો...” નિર્ભય વર્તતો થકો. આહા...! નિઃશંક કહો કે નિર્ભય કહો. પોતે નિરતર નિઃશંક વર્તતો થકો...... આહાહા...! શું કહે છે? પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો....” શંકા નથી કે આ લોક મારો છે ને પરલોક મારો છે, એવી શંકા નથી. મારો લોક તો આ ચૈતન્ય) છે. મારી શાશ્વત ચીજ એ મારો લોક છે. આહાહા...!
એ પ્રમાણે પોતે જ પોતાથી નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે. સ્વાભાવિક, સહજ એટલે સ્વભાવિક જ્ઞાન એટલે પોતાનો જ્ઞાનસ્વભાવ, જાણો સ્વભાવ જે ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ. આહાહા.! તેનો સદા.” ત્રિકાળ