________________
શ્લોક-૧૫૫
૪૪૩ છે તેનો કોઈ કર્તા નથી. સ્વયંસિદ્ધ વસ્તુ છે, એ શાશ્વત છે. તેનો વિચાર ધ્યાવવાથી “મન પાવે વિશ્રામ” વિકલ્પ છૂટી જાય છે. આહાહા...! “રસ સ્વાદત સુખ ઉપજે” અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ લ્ય છે. “રસ સ્વાદત સુખ ઉપજે આનંદની દશા ઉત્પન્ન થાય છે. આહાહા.! એ સુખ. દુનિયાના બહારના સુખની કલ્પના એ તો મૂઢ માની છે. આહા! ઇન્દ્રિયોમાં સુખ ને પૈસામાં સુખ ને શરીર, સ્ત્રીમાં સુખ ને... મૂઢ અજ્ઞાની પોતાના આનંદ ને સુખને ભૂલીને પરમાં સુખ માનીને ચાર ગતિમાં રખડે છે. આહાહા...!
અહીંયાં તો રસ સ્વાદત સુખ ઊપજે આત્મા આનંદમૂર્તિ પ્રભુ, તેનો સ્વાદ લેતા “રસ સ્વાદત સુખ ઊપજે” અતીન્દ્રિય આનંદનું સુખ ઉત્પન્ન થાય છે. આહાહા.! અરે. આવી વાત. “અનુભવ તાકો નામ તેનું નામ આત્માનો અનુભવ અને આત્માના રસનો સ્વાદ (કહેવામાં આવે છે). ભાઈ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે. એવો માર્ગ કયાંય છે નહિ. વિતરાગ સિવાય કયાંય આ વાત નથી. અત્યારે તો વીતરાગના વાડામાં પણ ગોટા ઉડ્યા છે. આહાહા...!
આ તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ “સીમંધરસ્વામી ભગવાન તો મહાવિદેહમાં બિરાજે છે. આહાહા...! પરમાત્મા બિરાજે છે ત્યાંથી આ વાત આવી છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા. દિગંબર મુનિ, “કુંદકુંદાચાર્ય બે હજાર વર્ષ પહેલા (ગયા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા, આહાહા.. ત્યાંથી આવીને આ (ાસ્ત્ર) બનાવ્યા. ભગવાન આમ માર્ગ કહે છે અને એમ છે. આહાહા...!
ધર્મની દૃષ્ટિ જેને સમ્યગ્દર્શન થયું તો એ સમ્યગ્દર્શનમાં આખા પૂર્ણાનંદના નાથની પ્રતીતિ આવી અને સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ, રસના સ્વાદના સુખની ઉત્પત્તિ થઈ. આહાહા...! અરે.! આ તો એકલી નિશ્ચયની વાતું (કરે છે), વ્યવહાર (તો કહેતા નથી). વ્યવહાર તારા ક્યાં છે, ધૂળમાં સાંભળને હવે. આહાહા! એવા વ્યવહાર તો અભવિએ પણ અનંતવાર કર્યા. “મુનિવ્રત ધાર અનંત ઐર ટૈવેયક ઉપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ પંચ મહાવ્રત ને પાંચ સમિતિ ગુપ્તિના નિર્દોષ પાલન કર્યા, એને માટે આહાર કરીને આપે અને પાણીનું બિંદુ (આપે તો) ન લે. એવી ક્રિયા અનંત વાર કરી, આહા.! પણ એ તો રાગની ક્રિયા છે. પણ રાગથી ભગવાન ભિન્ન એવા આત્માનું જ્ઞાન કર્યું નહિ, તો આત્માના જ્ઞાન વિના સુખ મળ્યું નહિ. એ પંચ મહાવ્રતના પરિણામ દુઃખ છે. આહાહા.! અરે..! આ કેમ ઉતરે? ક્યાં બિચારા રખડતા પ્રાણી, અનંત કાળમાં નરક ને નિગોદમાં રખડતા, એમાંથી આવ્યો, માણસ થયો (પણ) ભાન ન મળે કાંઈ. આહાહા.! ધર્મને નામે પણ ગોટા બધા. રાગની ક્રિયા કરો તો ધર્મ થાય. અહીં તો પરમાત્મા જિનેશ્વરદેવ વીતરાગ પરમાત્મા વીતરાગ ધર્મ કહે છે. એ આત્મા ચિહ્વન આનંદકંદ એ તારી ચીજ છે, એ સિવાય અપર રાગાદિ તારી ચીજ નહિ. આહાહા...! જુઓ! આ ધર્મીની દૃષ્ટિ. સમ્યગ્દષ્ટિનો આ ભાવ. આહાહા...!