________________
૪૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ મારી પાસે રહેતો નથી, રાગ તો છૂટી જાય છે. આહાહા...! રાગથી રહિત મારી ચીજ જે છે, જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ, એ મારો લોક છે, અપર મારો લોક કોઈ છે નહિ. આહાહા.!
જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ મારો નહિ. એ મારો નહિ, એ મારો નહિ, મારો તો ચિઘન લોક) છે. આહાહા...! ઝીણી વાત, ભાઈ! વીતરાગમાર્ગ જિનેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. લોકમાં તો અત્યારે સ્થૂળ બધું વિપરીત બનાવી દીધું છે. બસ, આ વ્રત કરો ને અપવાસ કરો ને જાત્રા કરો એ ધર્મ. મંદિર બનાવો ને પૂજા કરો. એ તો બધો રાગ છે, ભાઈ! તને ખબર નથી. એ રાગ આત્માનો સ્વભાવ નહિ. આહાહા.! ધર્મી પોતાના સ્વભાવથી અપર વ્યવહાર રત્નત્રયના રાગને પણ પોતાનો માનતા નથી. આહાહા...! આજે નવમો દિવસ છે. અફર દિ છે. આહાહા...!
ભગવાન જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ, એ ઉપર દૃષ્ટિ પડીને જે અનુભવ થયો તો ધર્મી એમ માને છે કે મારો લોક તો આ છે. રાગાદિ મારો લોક ત્રણકાળમાં નથી. આહાહા.! “તારો નથી એમ જ્ઞાની વિચારે છે. અથવા એમ જાણે છે. અને એવો જ અનુભવ કરે છે. આહાહા...! સંસારમાં પડ્યા આખો દિ, એને આવું કહેવું. ભાઈ! એ રખડવાના પંથ તો અનંતકાળથી કર્યા. છૂટવાનો પંથ એક સેકંડ પણ ક્યારેય કર્યો નથી. મુનિ થયો, નગ્ન દિગંબર મુનિ હજારો રાણીઓ છોડીને પંચ મહાવ્રતનું પાલન નિરતિચાર કર્યું, પણ એ તો રાગ છે. આહાહા.! રાગ એ મારો લોક નહિ. મારો લોક તો રાગથી ભિન્ન જ્ઞાયકભાવ એ મારો લોક છે, આહાહા...! એ મારી ચીજ છે. રાગાદિ મારી ચીજ નથી તો પછી આ શરીર, કુટુંબ, કબીલા તો મારી ચીજ છે નહિ. આહાહા...! જુઓ! આ સંતોની વાણી.
સાચા સંત મુનિ ધર્માત્મા, જેને અંતરમાં આનંદમાં લીન થવાની જાગૃત દશા ઉગ્ર છે, એ કહે છે કે મુનિને અથવા સમકિતીને પોતાનો લોક તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ ભગવાન, નિત્ય પ્રભુ, શાશ્વત વસ્તુ છે). પર્યાય બદલતી છે, આ તો શાશ્વત વસ્તુ. આહાહા...! એ મારો લોક છે એમ પર્યાય માને છે. પર્યાય એમ માને છે કે, પર્યાય એટલે હજી સાંભળ્યું ન હોય, કાંઈ ખબર ન મળે. જૈનના એકડાના મીંડાની વાતું આ તો છે. આહાહા...! એ પર્યાય એટલે અવસ્થા. એ અવસ્થા પણ હું નહિ. હું તો શાશ્વત ચિઘન છું એ અવસ્થા એમ માને છે. આહાહા...! ઓલું ‘નાવ તરે રે મોરી નાવ તરે એવું આવે છે ને? ભાષા ભૂલી ગયા. “સમયસાર નાટક'માં શ્લોક આવે છે. આહા...!
એકલો ભગવાન શાશ્વત ચિદાનંદ, ‘વસ્તુ વિચારત ધ્યાવર્ત મન પાવે વિશ્રામ આહાહા! વસ્તુ, આત્મા વસ્તુ જેમાં અનંત ગુણ વસ્યા છે, રહ્યા છે એવી વસ્તુ વિચારત ધ્યાવર્તે મન પાવે વિશ્રામ આહાહા.! “અનુભવ તાકી નામ આહા..! “રસ સ્વાદત સુખ ઊપજે પણ એ રસ સ્વાદ ઊપજે એ અનુભવ. ‘અનુભવ તાકી નામ આહાહા.! અતીન્દ્રિય આનંદનો રસ પર્યાયમાં આવવો. “વસ્તુ વિચારત” ભગવાન વસ્તુ ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ, અનાદિઅનંત