________________
શ્લોક–૧૫૫
૪૪૧ શાશ્વત લોક આત્મા, સકળવ્યક્ત પ્રગટ, તેને એકલો અનુભવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? “એકલો અવલોકે છે–અનુભવે છે. આ ચિસ્વરૂપ લોક જ તારો છે,” આહાહા...! ‘નોવયંતિ રૂતિ તો:” જે જ્ઞાનમાં જાણવામાં આવે છે. શરીર, વાણી, મન આ તો માટી જડ ધૂળ છે. આહાહા...! અંદરમાં જે પાપનો રાગ, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ (આ) એ તો પાપતત્ત્વ ભિન્ન તત્ત્વ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ એ તો રાગ, પુણ્યતત્ત્વ છે, એ આત્મા નહિ.
અહીંયાં તો કહે છે કે, ચિસ્વરૂપ લોક જ તારો છે. એ રાગ નહિ. જ્ઞાનસ્વરૂપ ભગવાન, જ્ઞાન એટલે આ શાસ્ત્રજ્ઞાન નહિ, જાણકસ્વભાવ શાશ્વત તે મારો લોક છે. આહાહા.! આલોક ને પરલોકનો ભય જ્ઞાનીને નથી. કારણ કે આલોક અને પરલોક પોતાનો આત્મા છે. સમજાણું? આવી ઝીણી વાતું. અરેરે.. અનંતકાળથી એ ચૈતન્યના દર્શન અને ભાન વિના રખડ્યો. મુનિપણું અનંત વાર લીધું, દિગંબર સંત અનંતવાર થયો પણ એ ક્રિયા, પંચ મહાવ્રતની ક્રિયામાં ધર્મ માન્યો. આહાહા...! એ તો મિથ્યાદષ્ટિ છે. આહાહા...!
સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીડીવાળો, શરૂઆતવાળો એ ચિતસ્વરૂપ લોક જ તારો છે (એમ માને છે). જ્ઞાનાનંદ સ્વભાવ ધ્રુવ એ મારો છે, રાગ મારો નથી, જડની ક્રિયા મારી નથી, જડ મારું નથી, સ્ત્રી, કુટુંબ-પરિવાર, લોક, ગામ, નગર મારા નથી. આહાહા...! છે? ચિસ્વરૂપ લોક જ.” ભાષા છે? છે ને? [મયે સ્વયમેવ : સોવતિ આહાહા...! શાશ્વત ચૈતન્યપ્રભુ, ધ્રુવ જે ભગવાનઆત્મા એ તારો લોક છે, એમ સમકિતી–ધર્મ જાણે છે. આહાહા...! તિ-અપર: ‘તેનાથી બીજો.” જ્ઞાયક સ્વભાવ ધ્રુવ, એ તારો લોક છે, તેનાથી ભિન્ન “આ લોક કે પરલોક તારો નથી...” આહાહા...! આ રાગ, સ્ત્રી, કુટુંબ-પરિવાર એ આ લોક એ તારો નથી. એ લોક તારો નથી. આહાહા...! એમ પરલોક. સ્વર્ગ અને નરકમાં જવું એ પરલોક, એ પણ આત્માનો નથી. આહાહા.! “આ લોક અને પરલોક તારો નથી...” એમ ધર્મી અંતરમાં અનુભવે છે. આહાહા...! આવી વાતું આકરી છે. આ તો હજી શરૂઆત સમ્યગ્દર્શનની વાત છે. ચારિત્ર તો કોઈ અલૌકિક વાતું છે, બાપુ! હજી સમ્યગ્દર્શન વિના ચારિત્ર આવ્યા કયાંથી?
સમ્યગ્દર્શન થયું તો એ માને છે કે મારો લોક તો ચિઘન, આનંદકંદ એ મારો લોક છે. તેનાથી પર રાગ, દયા, દાન, વિકલ્પ, શરીર, વાણી, મન, કુટુંબ એ લોક તો પરલોક (છે), મારો લોક નથી. આહાહા...! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે છે એ પણ મારો લોક નથી. અરેરે.! આવી વાત છે? તેનાથી બીજો કોઈ.” જ્ઞાયક સ્વભાવ ભગવાન નિત્યાનંદ પ્રભુ, એ મારો લોક છે. તેનાથી ભિન્ન રાગાદિ કે શરીરાદિ કે વાણી આદિ કે કુટુંબ, કબીલા એ પરલોક (છે), મારો લોક નથી. આહાહા.... દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એ પણ મારો લોક નથી. આહાહા..! મારો હોય એ મારી પાસે રહે, જુદા ન પડે. આહાહા.! રાગ તો