________________
૪૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ત્રિકાળ જ્ઞાયકભાવ અંદર પ્રગટ છે. આહાહા...! રાગનો, દયા, દાન, ભક્તિનો ભાવ છે એ રાગ છે. એ રાગથી ચિલોક શાશ્વત ભિન્ન છે. આહા...! તે એક છે. શાશ્વત છે, એક છે. આહાહા...! અને સર્વ કાળે પ્રગટ છે. અસ્તિપણે તો પોતાની સત્તા, અસ્તિત્વ શાશ્વત એ સકળ વ્યક્ત છે. આહાહા...! એ વસ્તુ તરીકે સકળવ્યક્ત છે. આહાહા...! આવી ભાષા, લ્યો. સર્વ કાળે પ્રગટ છે.
“કારણ કે માત્ર ચિસ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે.” આહાહા.! ધર્મી જીવ-જ્ઞાની જીવ પોતાના ચિસ્વરૂપ લોકને દેખે છે, પોતાના ચિતસ્વરૂપ લોકને અનુભવે છે. આવી વાત છે. આહા...! છે? “માત્ર ચિસ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે. માત્ર ચિસ્વરૂપ લોક, જેમાં દયા, દાન, વિકલ્પ, રાગનો પણ અભાવ છે. એ બધી ક્રિયા તો રાગ છે. આહાહા...! “માત્ર ચિસ્વરૂપ લોકને.' [મયે
સ્વયમેવ : તોતિ, આહાહા.! ઝીણી વાત, ભાઈ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, તેનો પંથ અંતરમાં ધર્મીની ચીજ કોઈ જુદી છે. એ કોઈ ક્રિયાકાંડ ને રાગ ને ભક્તિ ને પૂજા ને વ્રત ને જાત્રા એ કોઈ ધર્મ નથી, એ તો રાગ છે. આહાહા...! એ રાગથી ભિન્ન ભગવાન છે).
જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો...” એકલો રાગની અપેક્ષા છોડીને ચિધ્ધન, જ્ઞાનઘન ભવગાન આત્માને “અવલોકે છે. એકલું સ્વરૂપ. રાગની અપેક્ષા નહિ, નિમિત્તની અપેક્ષા નહિ, દેવ-ગુરુ-શાસ્ત્રની પણ જેમાં અપેક્ષા નથી. આહાહા.! એવો સ્વયમેવ, સ્વયમેવ-સ્વયં જ. “gવ’ છે ને? “સ્વયંમેવ એકલો અવલોકે છે...” આનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાન, શાશ્વત આત્મા, ધ્રુવ આત્મા, નિત્ય આત્મા તેને એકલો અવલોકે છે અને એકલો અનુભવે છે. આવી વાત છે. આહાહા...! આ ધર્મીની ચીજ આ છે. ધર્મી કંઈ આ દયા પાળે ને વ્રત કરે ને અપવાસ કરે એ કોઈ ધર્મ નથી, એ તો રાગ છે. આહાહા...! ઝીણી વાત, ભાઈ! વીતરાગ માર્ગ, જિનેશ્વર ત્રિલોકનાથ, તેનો કહેલો પંથ કોઈ અલૌકિક છે.
આ તો સમ્યગ્દર્શન ચોથું ગુણસ્થાન જ્યારે થયું, હજી ચોથું, હોં પાંચમું અને છઠું મુનિ એ તો કોઈ અલૌકિક ચીજ છે. આહાહા.! અહીંયાં તો સમ્યગ્દષ્ટિ થયો, આત્મા જ્ઞાયકભાવ, નિત્યભાવ, શુદ્ધભાવ, ધ્રુવભાવ એ ભાવ પોતાનો છે એમ પોતાનો માની, તેને એકલો પરની અપેક્ષા વિના અનુભવે છે, અવલોકે છે. આહાહા...! તેનું નામ ધર્મી અને ધર્મ કહેવામાં આવે છે. “કાંતિભાઈ આ બધું આવું કોઈ દિ સાંભળ્યું નથી. આહાહા.! કહો, ‘હિંમતભાઈ આ કરવાનું છે, બાપા! આ કરવાનું છે, બોલતા હતા, ભાઈ! ભાઈ કહેતા હતા. સાચી વાત, બાપા! આહા! અરે.રે.! પહેલી શ્રદ્ધા તો કરે કે આ જ કરવા જેવું છે. આહાહા..! ઝીણી વાત, બાપુ! ભાઈ! આહાહા..!
ધર્માત્મા “સ્વયમેવ એકલો અવલોકે છે.” શું કહે છે? જેમાં રાગની મંદતાની ક્રિયાની પણ અપેક્ષા નથી, એવો ભગવાન ચિલોક, જ્ઞાનલોક, આનંદલોક સ્વયમેવ સ્વભાવિક નિત્ય