________________
શ્લોક-૧૫૫
૪૩૯ છે, ભાઈ! મુનિપણું અકિંચનપણું એ કોઈ અલૌકિક વાત છે. આહાહા. એ અકિંચનની વાત થઈ. હવે આપણે ૧૫૫ કળશ છે ને? સમયસાર' ૧૫૫ કળશ.
(શાર્દૂતવિક્રીડિત) लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनचिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५५।। ધર્મી તેને કહીએ કે જેને રાગથી ભિન્ન પોતાના આત્માની દૃષ્ટિ અને અનુભવ થયા હોય. આહાહા...! કોઈ બાહ્યની ક્રિયા કરે છે માટે ધર્મી છે, એમ નથી. આહા...! અંતરમાં આત્માનો અનુભવ કરે છે. રાગથી, વિકલ્પથી, શરીરથી ભિન્ન થઈને આત્મા આનંદસ્વરૂપનો અનુભવ કરે છે એ ધર્મી, એ ધર્મ કરનારો (છે).
‘આ ચિસ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) શાશ્વત, એક અને.” આહાહા...! ધર્મીને તો આ લોક અને પરલોક આત્મામાં છે. આલોકચિલોક, જ્ઞાનલોક શાશ્વત સ્વભાવ ભગવાન, એ પોતાનો આલોક છે. શરીરાદિ એ કંઈ પોતાનો લોક છે નહિ. આહાહા...! બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ. અહીંયાં તો (કહ્યું કે, ચિસ્વરૂપ લોક જ અમારો લોક છે. ધર્મી એમ માને છે કે જ્ઞાનસ્વરૂપ મારો આત્મા તે જ મારો લોક છે. આહાહા.! શરીરાદિ તો નહિ પણ દયા, દાનનો રાગ એ પણ મારી ચીજ નહિ. આહાહા...! ચિસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યચંદ્રમા, શીતળતાના સ્વભાવથી, વીતરાગભાવથી ભરેલો એ ચિત્રોક એ મારો લોક છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા...!
એ ભિન્ન આત્માનો (અર્થાતુ પરથી ભિન્નપણે પરિણમતા.” રાગથી પ્રભુ ભિન્ન છે તો ધર્મી ભિન્ન થઈને પોતાના આત્માનું પરિણમન કરે છે. આહાહા.! વર્તમાન ચાલતી પ્રથાથી વસ્તુ જુદી છે. આહાહા..! ભગવાનઆત્મા રાગથી ભિન્ન થઈને પોતાનો ચિસ્વરૂપ લોકે જ પરિણમતો આત્મા શાશ્વત. એ ચિસ્વરૂપ ધ્રુવ ચીજ શાશ્વત છે. જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન આત્માનો એ શાશ્વત છે. એ કોઈ નવો નથી, ક્ષણિક નથી. આહાહા. ધર્મી એને કહીએ કે જે પોતાનો ચિલોક શાશ્વત છે તેને પોતાનો માને છે અને અનુભવે છે. આહાહા...! આકરી વાત છે.
શાશ્વત, એક.' જ્ઞાયક સ્વરૂપ ભગવાન શાશ્વત છે અને એક છે, ભેદ નહિ. આહાહા.! રાગ તો નહિ પણ પર્યાયનો ભેદ પણ જેમાં નથી. ઝીણી વાત છે, ભાઈ! “શાશ્વત, એક અને સકલવ્યક્ત.” આહાહા.! ઓલામાં અવ્યક્ત કહ્યું. અહીં સકલવ્યક્ત (કહ્યું, અર્થાતુ)