________________
૪૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
પ્રવચન નં. ૩૦૨ શ્લોક-૧૫૫, ૧૫૬ મંગળવાર, ભાદરવા સુદ ૧૩, તા. ૦૪-૦૯-૧૯૭૯
આજે નવમો દિવસ છે ને? દસલક્ષણી પર્વનો નવમો અકિચન ધર્મ. જેનો મોહ સર્વથા ગળી ગયો છે. અકિચન કોને હોય છે? મુનિ. મુનિ કોને કહેવાય? આહાહા...! જેને સર્વથા મોહ ગળી ગયો છે. પોતાના આત્માના હિતમાં નિરંતર લાગેલા છે. પોતાનો આનંદસ્વરૂપ ભગવાન, તેમાં નિરતર આનંદમાં લાગેલા રહે છે. એ મુનિ (છે). તેને અકિચન ધર્મ હોય છે. અને સુંદર ચારિત્રના ધારણ કરનારા. અંતર આનંદસ્વરૂપ ભગવાન, અતીન્દ્રિય આનંદમાં રમનારા. ચારિત્ર નામ અંતર ચરવાવાળા. અંતર આનંદસ્વરૂપમાં ચરનારું ચારિત્ર. તેને ચારિત્ર કહે છે.
તે અને ઘર, સ્ત્રી, પુત્રાદિ છોડીને મોક્ષને અર્થે દીક્ષા, ચારિત્ર ધારણ કર્યું છે. પોતાના સ્વરૂપની દૃષ્ટિ અને રમણતામાં લીન થવા માટે ચારિત્ર ગ્રહણ કર્યું છે. તે મુનિ સંસારમાં વિરલ છે. એ મુનિ તો સંસારમાં વિરલ છે. એમાં અત્યારે તો શું મુનિપણું છે? સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વિરલ છે. જે સ્વતઃ નિજ હિતાર્થે તપ કરે છે, ચારિત્ર ધારણ કર્યું છે. તપમાં મુનિપણું. તપકલ્યાણક આવે છે ને? દેહથી, રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ કરીને તેમાં લીન થવાની દશા પ્રગટ કરી છે. બીજા માટે શાસ્ત્ર આદિ દાન કરે છે, તેના સહાયક પણ છે એવા યોગીશ્વર સંસારમાં અત્યંત દુર્લભ છે. પહેલા તો ચારિત્રવંત દુર્લભ છે પણ એમાં પણ પરને કોઈ શાસ્ત્ર આદિનું દાન દે, રાગનો ત્યાગ કરીને એ તો બહુ દુર્લભ છે, એમ કહે છે.
સમસ્ત શાસ્ત્રના જાણનારા વીતરાગે પોતાના આત્માથી સમસ્ત વસ્તુઓને ભિન્ન જાણીને બધાનો ત્યાગ કરી દીધો. એમ કહો કે બધાને છોડ્યા તો શરીર, પુસ્તકાદિ કેમ ન છોડ્યા? તેનો ઉત્તર :- શરીર આદિમાં કોઈ પ્રકારની મમતા નથી હોતી. આહાહા...! આ દસલક્ષણી પર્વ ચારિત્રનું પર્વ છે. ચારિત્ર એ કોઈ ક્રિયાકાંડ, નગ્નપણું કે પંચ મહાવ્રતના પરિણામ એ કોઈ ચારિત્ર નથી. આહા.! અંતર ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, તેનો અનુભવ કરીને અંતરમાં લીન થવું એ ચારિત્ર છે. તેથી તેને મોજૂદ નથી. તેને શરીરાદિ છે તોપણ નથી. તેની ઉપર મમતા નથી. આહા...!
અકિચન છે ને? કિચન માત્ર પરનું મમત્વ નથી. આ શરીર અને પુસ્તક હોય તોપણ તેનું મમત્વ નથી. અને વગર આયુથી શરીરનો નાશ તો થતો નથી. પરંતુ તેઓ શરીરાદિમાં કોઈ પણ પ્રકારનું મમત્વ કરતા નથી. જો શરીરાદિમાં કોઈ પ્રકારનું મમત્વ કરે તો એ જિનેન્દ્ર આજ્ઞા ભંગરૂપ મહાદોષના ભાગી થાય છે. આહા...! મુનિ શરીરની મમતા તો કરતા નથી પણ પુસ્તકાદિ મળે એ મારું છે એવી મમતા નથી કરતા. આહાહા! આવી વાત