SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક–૧૫૫ ૪૩૭ ( શ્લોક-૧૫૫) (શાહૂતવિક્રીડિત) लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५५।। હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે : શ્લોકાર્ધ -[ g: ] આ ચિસ્વરૂપ લોક જ [ વિવિવરાત્મનઃ ] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) [ શાશ્વત: : વન-વ્યવર: તોવેશ: ] શાશ્વત, એક અને સકલવ્યક્ત -સર્વ કાળે પ્રગટ એવો) લોક છે; [ ય ] કારણ કે વિનમ્ વિત્નો ] માત્ર ચિસ્વરૂપ લોકને [ સાં સ્વયમેવ વવે: નોવતિ ] આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે-અનુભવે છે. આ ચિસ્વરૂપ લોક જ તારો છે, [ તત્પ ર: ] તેનાથી બીજો કોઈ લોક- [ ગયું તો: અપર: ] આ લોક કે પરલોક [ તવ ન ] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [ તસ્ય તદ્રમી: વેતઃ અતિ ] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયં સતત નિરશ સદનું જ્ઞાન સવા વિન્દતિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે. | ભાવાર્થ :- “આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ ?’ એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. પરભવમાં મારું શું થશે ?' એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫.
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy