________________
૪૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કરે છે એમ એ માનતો નથી. આહાહા! મારું સ્વરૂપ એણે જોયું નથી ને મારો અપજશ શી રીતે કરે? આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! ઓલાને તો અંદર (એમ હોય કે) બહાર પડું, બહાર કહે, લોકો માને. ત્યારે મારું સમ્યગ્દર્શન સિદ્ધ થાય. એ બધી અંદર ભ્રાંતિ છે. આહાહા...!
અહીં કહે છે, આહાહા...! બેય કર્મ પ્રત્યે. જશોકીર્તિનો ઉદય ઢગલો આવે, અપજશનો (ઉદય આવે), આહાહા...! એવા ‘ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી..” એને એની અભિલાષા નથી. કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે... અત્યંત નિરપેક્ષપણે. કંઈ અપેક્ષા જ નથી. જશના આબરૂના ઢગલા હોય, અપજશના મોટા ગંજ આવે બહારમાં. આહાહા...! (બેય પ્રત્યે) અત્યંત નિરપેક્ષ છે. આહાહા.! તેથી તેઓ ખરેખર અત્યંત નિઃશંક દારુણ (દઢ) નિશ્ચયવાળા...” દઢ નિશ્ચયવાળા. દારુણનો અર્થ છે કર્યો–દઢ. આહા...! તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ છું. એવા દૃઢ નિશ્ચયવાળા. એટલે કોઈ બહારની ક્રિયામાં અનુકૂળતા, પ્રતિકૂળતા મને છે એ માનતો નથી. આહાહા....! જરી ઝીણી વાત છે. સમ્યગ્દર્શન કોને કહેવું અને એના ભાવમાં શું હોય? આહાહા.! (તેની વાત છે). અત્યંત નિઃશંક, દઢ નિશ્ચય હોવાથી આહાહા...! “અત્યંત નિર્ભય છે...” જોયું? અત્યંત નિરપેક્ષપણે વર્તે, અત્યંત નિઃશંક હોવાથી અત્યંત નિર્ભય (છે). ત્રણેને “અત્યંત” શબ્દ વાપર્યો. હૈ? આહાહા...! કર્મ પ્રત્યે નિરપેક્ષપણે વર્તે એમ ન લીધું, તેઓ નિઃશંક છે એમ ન લીધું, તેઓ નિર્ભય છે એટલું એકલું ન લીધું. આહાહા...!
દરેક ઘાતિ, અઘાતિના ફળમાં અત્યંત નિરપેક્ષપણે. આહાહા...! અને અત્યંત નિઃશંક નિશ્ચયવાળા. નિઃશંક, નિર્ભય નિશ્ચયવાળા. એવા “હોવાથી અત્યંત નિર્ભય છે...” એકલા નિર્ભય ન લીધું, અત્યંત નિર્ભય છે એમ કહ્યું. આહાહા.! આવું સ્વરૂપ હવે. અહીં તો બહારની કિયા કરે (તો) માને કે સમકિતી (છીએ), થઈ ગયા ચારિત્ર. અરે.! પ્રભુ! શું થાય? ભાઈ! આહા..!
એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે).' એમ કહે છે. અત્યંત દઢ નિશ્ચયવાળા છે અને અત્યંત નિર્ભય છે. આહાહા.! “એમ સંભાવના.” છે ને શબ્દ? (અર્થાતુ) “એમ યોગ્યપણે ગણવામાં આવે છે. એવી એની યોગ્યતા જ એવી છે, કહે છે. આહાહા...! એ નિઃશંકની વ્યાખ્યામાં પહેલો શબ્દ લીધો છે ને?
હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો...” સાત ભય છે ને? એથી નિર્ભય છે એમ બતાવવા સાત ભયની વ્યાખ્યા કરે છે. “સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે :- સાતમાં છ કાવ્ય છે. એમાં આલોક અને પરલોકનું એક કાવ્ય છે અને પછી પાંચના જુદા છે. પાંચના એક એક કળશ છે, આ બેનો) એક કળશ છે. એ વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)