________________
ગાથા-૨૨૮
૪૩૫
સમ્યક્ત્વવંત જીવો નિઃશંક્તિ, તેથી છે નિર્ભય અને છે સપ્તભયપ્રતિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે.
૨૨૮.
ટીકા :– ‘કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી...’ આહાહા..! જેને આત્મા સાહેબો પરમાત્મા, એના જ્ઞાન થઈને પ્રતીતમાં આવ્યો છે, આહાહા..! જેના નમૂના પણ પર્યાયમાં આવ્યા છે. આહાહા..! વીર્ય, જ્ઞાન, આનંદ, શાંતિ એવા અંશ જેને પ્રગટ્યા છે. આહાહા..! એ તો નમૂનો છે, આખી ચીજ તો પૂરી છે. આહાહા..! આવી વાતું બહુ (આકરી છે).
‘કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ...' સદાય, સદાય અને સર્વ ‘કર્મોના ફળ પ્રત્યે નિરભિલાષી હોવાથી...’ આહાહા..! જુઓ! જેને આત્મજ્ઞાન અને દર્શન થયા છે, એ સમ્યગ્દષ્ટિ જીવ સદાય અને સર્વ કર્મો. ચાહે તો જડકર્મના ફળ અનેક પ્રકારના અંદર રાગાદિ આવે અને સંયોગના (ફળ આવે). ઘાતિકર્મનું ફળ અંદરમાં ઘાત થાય એવા જરી રાગાદિ પરિણામ આવે અને અઘાતિનું ફળ સંયોગ આવે. બે પ્રકા૨ના કર્મ છે ને? ઘાતિ અને અઘાતિ. તો આ બાજુ જરી રાગ ભાવ આવે, ઘાતિના નિમિત્તથી અને આ બાજુ અઘાતિના કારણે સંયોગ આવે. આહાહા..! એ ‘સર્વ કર્મોના ફળ...’ અઘાતિનું ફળ અને ઘાતિનું ફળ. આહાહા..!
સર્વ કર્મોના ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી...' જેની ૫૨ની અભિલાષા ટળી ગઈ છે. આહા..! જેને જ્ઞાનાનંદ સ્વભાવ પ્રત્યે પ્રયત્ન ચાલુ છે. આહા..! જેનો પ્રયત્ન અંદરમાં ઢળી ગયો છે. આહાહા..! આવી વ્યાખ્યા. એવા સર્વ અને સદા. કોઈપણ કાળમાં અને સર્વ કર્મ ફળ. એમાં નિરભિલાષી હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે,...’ આહાહા..! એ રાગ અને બહારની ક્રિયા, અઘાતિના સંયોગની, આહાહા..! એ સર્વ કાર્ય પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે,..’ અત્યંત નિરપેક્ષ (અર્થાત્) જેની સંયોગની અને રાગની અપેક્ષા નથી.
આહાહા..!
અહીં તો કહે છે, સમ્યગ્દષ્ટિથી માંડીને જ્ઞાની કહેવા. ત્યારે ઓલો કહે છે કે, નિર્વિકલ્પ ધ્યાન હોય તો જ જ્ઞાની કહેવા. એમાંથી છૂટે તો જ્ઞાની ન કહેવા. અરે..! પ્રભુ! શું તારે કરવું છે? આહાહા..! બધી આચરણ ને બહારની ક્રિયા છે ને એમાં પોતાને ચારિત્ર મનાવવું છે. આહા..! અને ચારિત્ર જ્યારે સારું પૂરું આવે ત્યારે પછી એને નિશ્ચય સમકિત થાય. આહાહા..! એવું કરે છે.
કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે’ શાતાનું હોય કે અશાતાનું હોય, ઘાતિનું હોય કે અઘાતિનું હોય, અંતરાયનું ફળ હોય કે નામકર્મનો બાહ્ય સંયોગ હોય, જશકીર્તિ વગેરે બધા પ્રત્યે નિરભિલાષી (છે). આહાહા..! જશોકીર્તિ કર્મનો ઉદય આવ્યો (તો) જશ.. જશ.. જશ (થયો). પણ ધર્મીને તેની અભિલાષા નથી. અજશો કીર્તિનો ઉદય આવ્યો (તો) બહા૨માં અપજશ થાય છતાં તેનો અભિલાષી નથી. આહાહા..! એ મારો અપજશ