________________
૪૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
1
-
( ગાથા–૨૨૮)
सम्मादिट्टी जीवा णिस्संका होंति णिब्भया तेण| सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।।२२८ ।। सम्यग्द्दष्टयो जीवा निश्शङ्का भवन्ति निर्भयास्तेन।
सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निश्शङ्काः ।।२२८।। येन नित्यमेव सम्यग्द्दष्टयः सकलकर्मफलनिरभिलाषाः सन्तोऽत्यन्तकर्मनिरपेक्षतया वर्तन्ते, तेन नूनमेते अत्यन्तनिश्शङ्कदारुणाध्यवसायाः सन्तोऽत्यन्तनिर्भयाः सम्भाव्यन्ते।
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે :
સમ્યકત્વવંત જીવો નિઃશંક્તિ, તેથી છે નિર્ભય અને
છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. ગાથાર્થ:- [ સચદૃદયઃ બીવા: ] સમ્યગ્દષ્ટિ જીવો [ નિશા મવત્તિ ] નિઃશંક હોય છે. તેન ] તેથી નિર્મચા: ] નિર્ભય હોય છે; [ ] અને [ HI< ] કારણ કે [ સપ્તમવિષમુવI: ] સપ્ત ભયથી રહિત હોય છે [ તરમા ] તેથી [ નિશા : ] નિઃશંક હોય છે (અડોલ હોય છે).
ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે)
ગાથા–૨૨૮ ઉપર પ્રવચન
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે : '
सम्मादिट्टी जीवा णिस्संका होंति णिमया तेण । सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।।२२८।।