________________
શ્લોક-૧૫૪
૪૩૩ ત્રણલોકના જીવો ભાગે, ડરે, ખળભળી જાય... આહાહા...! હજારો કાળા નાગ આમ જંગલમાંથી બહાર આવતા હોય. પોતે નીકળ્યા હોય. બીજા રાડ નાખી જાય. તે કાળે જ્ઞાનસ્વરૂપથી ચળતા નથી. કાળા નાગ આમ સેંકડો દેખાય, એને હું જ્ઞાન ચૈતન્યમૂર્તિ છું). એ મેરુ પવનથી હલે તો મારો આત્મા પરથી હલે. આહાહા...! આવી વાત છે. હવે એ સમ્યગ્દષ્ટિની વાત તો આખી મૂકી દીધી. એ સમ્યગ્દર્શન નિશ્ચય છે, આપણને ખબર ન પડે. માટે આપણે આ બધો વ્યવહાર કરો એ મુનિપણું. અર.૨.૨...!
મુમુક્ષુ :- વ્યવહાર એ તો રાગ છે.
ઉત્તર :- એ તો રાગ (છે). એ રાગની ક્રિયા પણ સમકિત વિનાની. આહા...! એ તો બધું મિથ્યાત્વ સહિત છે. આહાહા...!
જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે–ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાનશરીરવાળું માનતો.' તો ભગવાન જ્ઞાનસ્વરૂપ છું. એ જ્ઞાનસ્વરૂપ મારું શરીર છે. આ શરીર હું નહિ, રાગ હું નહિ. આહા...! સંયોગો મને અડતા જ નથી. આહાહા.! સંયોગ મને અડતાય નથી. આહાહા.! અરૂપી એવો જ્ઞાનસ્વભાવ ભગવાન, જેને અંતરમાં અનુભવમાં, જાણવામાં આવ્યો, કહે છે કે મારા જ્ઞાનશરીરને હવે કોઈ વજપાતનો ઘા લાગુ પડે, એ છે નહિ. અગ્નિના અંગારા ઉપરથી પડતા હોય તોય મને આ નુકસાન કરે છે એમ છે નહિ. હું તો જ્ઞાનસ્વરૂપે પરિણમનાર (છું. તે વખતે તે અગ્નિની ક્રિયા અને તે વખતે જરી રાગ થયો, બેયને હું શેયાકારપણે જ્ઞાનપણે પરિણમનારો તે હું છું. આહાહા! આવી શરતું છે, પ્રભુ! આહા!
તેને એમ શંકા નથી થતી કે આ વજપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે” એ તો નાશ થવા લાયક છે. હું તો અવિનાશી છું. આહાહા...! ત્રણે કાળે હું અવિનાશી અને આ ત્રણે કાળે નાશવાન. આહા.! બેનો, મારે અને એને મેળ કાંઈ નથી. આહા...! ભાઈ! સમ્યગ્દર્શન ધર્મની પહેલી સીડી અલૌકિક છે. લોકો સાધારણ રીતે માની બેઠા છે એ વસ્તુ નથી. આહા...! સમજાણું કાંઈ? આહા.. પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે.” મારો પ્રભુ તો અવિનાશી સ્વભાવે છે. આહાહા.! એને આંચ લાગતી નથી. આહાહા...! મેરુ પર્વત... આવે છે ને ઓલા ભક્તામરમાં, નહિ? ભક્તામરમાં આવે છે. એમ કે, સંવર્તક વાયરો વાય મોટો તોપણ મેરુ હલે નહિ. એમ બહારના પ્રતિકૂળતાના ગંજ હોય અને અનુકૂળતાના ગંજ હોય તોપણ જ્ઞાની જ્ઞાનથી ચળતો નથી. આહાહા...! આવું સ્વરૂપ છે.