________________
૪૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અગ્નિમાં પડીને બહાર આવ્યા ત્યારે કહે, ચાલો ‘સીતાજી’ તમને હવે હું પટરાણી બનાવું. (ત્યારે ‘સીતાજી’ કહે છે), બસ થઈ ગઈ. સંસાર બસ થયો. આહાહા..! હવે હું પટરાણી તરીકે આવવા માગતી નથી. પંચમ ગુણસ્થાન અંગીકાર કરી સાધ્વી થાય છે. સાધ્વી એટલે છઠ્ઠ ગુણસ્થાને સાધ્વી, ઇ નહિ, અર્જિંકા, પંચમ ગુણસ્થાન. અગ્નિમાં પડીને બહાર આવ્યા.. આહાહા..! આ તો પરિષહથી પાર ઉતર્યાં. ચાલો હવે તમને પટરાણી બનાવું). બસ થયું. રામચંદ્રજી” બસ થઈ ગઈ, સંસારની સ્થિતિ. હવે અમે ત્યાં આવવાના નથી. જ્યાં અમે છીએ ત્યાં જવાના છીએ. આહાહા..! ‘રામચંદ્રજી’ બળદેવ જેવા પુરુષ, એ ભવમાં મોક્ષગામી છે. આહાહા..! અને સીતાજી’ એક ભવ કરીને પછી ગણધર થવાના. તીર્થંકરના ગણધર થવાના. ‘રાવણ’ તીર્થંકર થશે અને આ (તેના ગણધર થશે). આહાહા..! પરિણામની વિચિત્રતા છે. આહાહા..! એ ‘સીતાજી’ આમ જંગલમાં ચાલી નીકળે છે. સાધ્વી, અર્જિકાઓ છે એની પાસે જાય છે. માતા! મને અર્જિકા બનાવો. ઓલું રાજ આખું હતું તોય મારું નથી અને છૂટે તોય મારું થતું નથી. આહાહા..! માર્ગ બહુ ઝીણો, બાપુ! આહા..!
આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિ...' મિથ્યાદૃષ્ટિનો ભાર નથી. ભલે પરિષહ સહન કરે, ઉપસર્ગ સહન કરે.. આહાહા..! પણ દૃષ્ટિ જ્યાં મિથ્યાત્વ છે, રાગની ક્રિયાએ મારી છે અને મને એનાથી ધર્મ થાય છે, એ મિથ્યાષ્ટિના કામ નથી, બાપા! આહા..! મુનિ અને મિથ્યાદૃષ્ટિ હોય તોય એના આ કામ નથી. અને સમ્યગ્દષ્ટિ અને સંસારમાં હોય તોપણ એના એ સાહસ, કામ છે. આહાહા..! મેરુ પર્વત પવનથી હલે નહિ, કંપાયમાન ન થાય. એમ મારો પ્રભુ, ધ્રુવ ચિદાનંદ પ્રભુ, આહા..! એ બહારના ઉપસર્ગ અને પરિષહથી ચલાયમાન ન થાય. આહાહા..! આવું સમ્યગ્દષ્ટિનું સાહસ અને સ્વરૂપ નિસર્ગથી છે. નિસર્ગ નામ સ્વભાવથી, ઇ આવ્યું હતું ને? નિસર્ગ નિર્ભય છે, સ્વભાવથી નિર્ભય છે. ભય થાય ખરો થોડો પણ એ અસ્થિરતાનો થાય. અંતરમાં નિર્ભય છે. આહાહા..! ગામમાં પ્લેગ આવ્યો હોય, આખું ગામ ખાલી થતું હોય તો પોતે પણ બહાર નીકળી જાય.
મુમુક્ષુ :– પહેલો નીકળે.
ઉત્ત૨ :– પહેલોય નીકળે. એથી કરીને એને ૫૨નો ડ૨ છે (એમ નથી). અસ્થિરતામાં જરી આવ્યો પણ છતાં એ અસ્થિરતાને પણ જાણનારો છે. આહાહા..! આવું સ્વરૂપ, બાપુ! જેને મોટાની ઓથ મળી એને નાના કોણ ગંજી શકે? આહા...!
ભાવાર્થ ઃ- “સમ્યગ્દષ્ટિ નિઃશંકિતગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય... આહાહા..! અંદરમાં શુભ-અશુભ ભાવ કે બહારમાં શુભ-અશુભનો સંયોગ પ્રતિકૂળ (હોય), આહાહા..! એ વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે.’ રાગરૂપે કે પરરૂપે એ પરિણમતો નથી, આહાહા..! ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે...’ આત્મસ્વરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે...' જેના ભયથી