________________
શ્લોક–૧૫૪
૪૩૧ જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ એવું મારું પરમેશ્વર સ્વરૂપ, તેમાં દૃષ્ટિ હોવાથી સંયોગના ગમે તેવા પ્રસંગ ભજો પણ તે જ્ઞાનસ્વરૂપીથી ચળતો નથી. આહાહા...! આવી વાત છે. અહીં તો જરી અનુકૂળતા મળે ત્યાં રાજી રાજી થઈ જાય, પ્રતિકૂળતા મળે ત્યાં ખેદ કરે. એ તો પોતે જ્ઞાનથી ચળી ગયો છે. આહાહા...!
સનતકુમાર' ચક્રવર્તી, છ— કરોડ પાયદળ, છ— હજાર સ્ત્રી છોડી મુનિ થયા. અંદરના આનંદના કંદમાં જઈને મુનિ થયા. એને ૭૦૦ વર્ષ ગળત કોઢ (થયો). શરીરના આંગળા ગળતા જાય. છતાં) જ્ઞાનસ્વરૂપથી ચલાયમાન નથી. આહા.! એ ક્રિયાનો તો હું જાણનારો છું. તે પણ એને જાણનારો છું કહેવું એ પણ વ્યવહાર છે. હું તો તેના સંબંધીનું મારું જ્ઞાન અને મારા સંબંધીનું મારું જ્ઞાન તેને હું જાણનારો છું. એનાથી ચલાયમાન થતો નથી. આહાહા...!
ફિä પરં સામ્ રાષ્ટય: વ તું ક્ષમત્તે “આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે. આહાહા...! રાગને પોતાનો માનનાર અને રાગની ક્રિયાથી ધર્મ માનનાર એવા મિથ્યાષ્ટિની આ તાકાત નથી. આહાહા...! સમજાણું કાંઈ? આવી વાતું છે, ભાઈ! આહા...! જેને નિર્લેપ જ્ઞાયકભાવ ભગવાન બિરાજે છે દેહમાં પ્રભુ, આહાહા.! એના જેને આદર અને સ્વભાવના સત્કાર થયા, આહાહા...! એવો પરમાત્મા પરમેશ્વર સ્વરૂપ એ હું છું), એવું જેને ભાન થયું અને બહારથી ચલાયમાન થાય એવી કોઈ ચીજ નથી. આહાહા...!
ભાવાર્થ – સમ્યગ્દષ્ટિ નિઃશકિતગુણ સહિત હોય છે...” નિર્ભય કહેવું છે ને? નિઃશંકિત કહો કે નિર્ભય કહો. આહાહા.! “સમ્યગ્દષ્ટિ નિઃશંકિતગુણ સહિત હોય છે. સમ્યકુ.. “સીતાજી સમ્યગ્દષ્ટિ હતા. (“રામ” કહે છે), પરીક્ષા આપો. “રાવણ'ના ઘરે તું રહી છો. લોકમાં શું કહેવાય), અમારે હજી રાજ કરવું છે. લોકો શું કહે? પરીક્ષા આપો, એકવાર અગ્નિમાં પડો.” આહાહા...! પણ ત્યાં સ્વરૂપથી ચલાયમાન ન થાય. શરીર અગ્નિમાં ઝુકાવ્યું પણ જ્ઞાનસ્વરૂપથી ત્યાં ચલાયમાન નથી. આહાહા...! એ તો પૂર્વના પુણ્ય હતા તે વળી.. એ પુણ્ય હતા તે, હોં વર્તમાન બ્રહ્મચર્યને લઈને થયું એ આરોપથી કથન છે. એ તો પૂર્વના પુણ્ય હતા એને લઈને થયું, ઇ બ્રહ્મચર્યથી થયું એમ કહેવામાં આવે. ઈ ચરણાનુયોગની રીત છે. આહા.! બાકી તો એનું બ્રહ્મચર્ય અને એનું સમ્યગ્દર્શન. આહાહા...! એના જોરમાં અગ્નિમાં ઝંપલાવ્યું તોય કહે છે, ત્યારે જ્ઞાનથી ચલાયમાન નહોતા. હું તો જ્ઞાતા-દષ્ટ છું. થાય તે ક્રિયાનો જાણનાર મારામાં રહીને (જાણું છું). આહાહા.! જુઓ! આ સમ્યગ્દષ્ટિનું સાહસ. છે ને?
આવું પરમ સાહસ કરવાને... આહાહા...! એમ તો “રામચંદ્રજીને ખબર હતી કે, સીતાજી’ સતી છે પણ બાહ્યમાં “રાવણને ઘરે ગયા (તો) લોકો શું કહે? એ લૌકિક ખાતર પરીક્ષા કરી). એ પણ સમકિતી છે. એને એ જાતનો રાગ આવ્યો. ચાલો, “સીતાજી'. જ્યારે