________________
૪૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એટલે પોતે. “સ્વ” એટલે પોતાને અર્થાત્ આત્માને. જેનું જ્ઞાનરૂપી...” “વધ્ય-વધ-વપુષ બીનન્તઃ મારું તો જ્ઞાનરૂપી શરીર (છે). જ્ઞાનરૂપી શરીર તે હું છું. રાગ નહિ, શરીર નહિ. આહાહા..! જ્ઞાનરૂપી શરીર.” ઈ શરીર, આ (જડ) શરીર નહિ. જાણક સ્વભાવનો પિંડ પ્રભુ, એ જ્ઞાનરૂપી શરીર. આહાહા...! અવધ્ય છે, એ જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે. કોઈથી હણી શકાય એવું નથી. આહાહા...! આ શરીરને હણે કે ન હણે, એ તો જડની ક્રિયા છે. મારું જે શરીર જ્ઞાન, આનંદ સ્વરૂપનો કુંજ પ્રભુ, એ જ્ઞાન મારું શરીર છે. જાણપણું સ્વભાવ, જ્ઞાયક. આહાહા.! એને કોઈ હણવા (સમર્થ નથી). હણી શકાય નહિ એવું છે ઇ. આહા...! છે ને? “વપુ... વધુ છે ને? “વધ્ય-વોપ-વપુi Mાનન્ત: મારો જ્ઞાનસ્વભાવ શરીર તે કોઈથી હણી શકાય નહિ એવું મારું શરીર છે. એ ચૈતન્ય શરીરી હું શરીર છું. આહા.! આવી વાતું (છોડીને બહારની પ્રવૃત્તિમાં રોકાઈ ગયા. મૂળ વાત રહી ગઈ. આહાહા.!
જ્ઞાનથી ટ્યુત થતા નથી.” શી રીતે? એવું જાણતા થકા. મારું જ્ઞાનરૂપી શરીર હણી શકાય નહિ એવું છે, એવું જાણતા થકા, એમ જાણતા થકા. આહાહા...! હું છું એ તો જ્ઞાનરૂપી શરીર તે હું છું. રાગ ને શરીર એ તો મારી ચીજમાં છે જ નહિ અને એ હું નથી. હું તો જ્ઞાન જ્ઞાયકરૂપી ચૈતન્ય શરીર તે હું, તે કોઈથી હણી શકાય એવું નથી. મારો કિલ્લો દુર્ગ કિલ્લો છે. જેમાં વિકલ્પ અને શરીરની ક્રિયાનો પ્રવેશ નથી. આહાહા. જેમ મોટા પત્થરના કિલ્લા હોય તો એમાં પ્રવેશ ન હોય, એમ મારો નાથ ચૈતન્ય ભગવાન દુર્ગ કિલ્લો, તેમાં રાગ ને ક્રિયાનો પ્રવેશ નથી. આહાહા...! અરે.! આવી વાતું.
આઠ વર્ષની બાલિકા પણ જો સમ્યગ્દર્શન પામે તો એને આ જ્ઞાનમાંથી ચળે એ વસ્તુ નથી. ભલે એ લગન કરે, આહાહા.! છતાં તે લગનનો રાગ અને એ ક્રિયામાં હું છું એમ નથી). મારું સ્વરૂપ તો જ્ઞાન છે, તેમાંથી ચળતો નથી. આહાહા.! ભગવાન ચિદાનંદ સચ્ચિદાનંદ પ્રભુ, તે મારું શરીર છે, એ હું છું. એવા સ્વભાવમાં પરનો પ્રવેશ ને પરનો ભય કંઈ છે જ નહિ. આહા...! એથી “જ્ઞાનથી ચુત થતા નથી.” અવધ્ય મારું સ્વરૂપ છે એવું જાણતા થકા. પરથી, રાગથી ને ક્રિયાથી ન હણાય એવો મારો પ્રભુનો સ્વભાવ છે. આહાહા.! એમ જાણતા થકા. જાણતા થકા “જ્ઞાનથી ચુત થતા નથી. આહાહા.!
શ્રેણિક રાજા. માથું ફોડ્યું, હીરો ચૂસ્યો છતાં જ્ઞાનથી ચલાયમાન નથી. અરેરે.! એ તો રાગનો ભાવ આવ્યો અને દેહની ક્રિયા એવી થઈ. તે મારું ચૈતન્ય શરીર છે એમાં આ થયું નથી, એ મને થયું નથી એમ જ્ઞાનથી ચલાયમાન તેવા પ્રસંગમાં પણ તે જ્ઞાનથી ચલાયમાન થતો નથી. આહાહા...!
મુનિઓને ઘાણીમાં પીલે. આહાહા...! પણ તે પોતે જ્ઞાનસ્વરૂપી મારો નાથ, એમાંથી તે ચલાયમાન થતો નથી. આહાહા...! એની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર પડી છે. આહાહા.!