________________
શ્લોક-૧૫૫
૪૪૫ “અનુભવે છે. આમ તો નિરંતર પહેલું આવી ગયું છે પણ આ તો ‘સદા’ નાખ્યું છે એટલે) ત્રિકાળ. ધર્મી તો ત્રિકાળ ભૂત, વર્તમાન ને ભવિષ્યમાં આત્માના જ્ઞાનને જ અનુભવે છે. આહાહા.! ઝીણી વાત, ભાઈ! ભવના અંતનો ધર્મ જે સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. આહા...! મુનિપણું તો અલૌકિક ચીજ છે તેની વાત તો ક્યાં? એ તો ક્યાં છે પણ સમ્યગ્દર્શન એ કોઈ વિરલ ચીજ છે. આહાહા...!
તે (જ્ઞાની) અંતરમાં પોતાના સ્વભાવમાં સ્વયં નિરંતર નિઃશંક વર્તતો થકો. સ્વભાવમાં નિઃશંકપણે વર્તતો થકો. સ્વાભાવિક જ્ઞાયક સ્વભાવનો સદા ત્રિકાળ અનુભવ કરે છે. ભવિષ્યમાં આમ થશે ને ભૂતમાં આમ હતું, એમ છે નહિ. એ તો જ્ઞાયકનો અનુભવ ત્રિકાળ પોતામાં કરે છે. ભવિષ્યમાં પણ સ્વર્ગમાં જાય તો પણ પોતાના અનુભવમાં રહે છે. આહાહા...! સમકિતી સ્વર્ગમાં જાય છે? તો કહે છે, ના. એ તો ત્યાં પણ પોતાના અનુભવમાં રહે છે. આહાહા...! અને ત્યાંથી મરીને મનુષ્યભવ થાય છે તો કહે છે ત્યાં પણ જ્ઞાનના અનુભવમાં રહે છે, જ્ઞાનની પર્યાયના અનુભવમાં રહે છે. જ્ઞાન મારો સ્વભાવ છે ત્યાં રહે છે. આહાહા.! સમજાણું? આવી ચીજ છે. પહેલા એનું જ્ઞાન તો કરે. આહા.! હજી જ્ઞાનનાય ઠેકાણા નહિ, શ્રદ્ધા તો ક્યાંથી લાવવી? આહાહા.
ભાવાર્થ :- “આ ભવમાં જીવન પર્વત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?’ વૃદ્ધાવસ્થા આવશે, અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ? આહાહા...! “એવી ચિંતા રહેવી તે આ લોકનો ભય છે.” એનું નામ આ લોકનો ભય કહેવાય છે. ધર્મીને એ ચિંતા છે નહિ. આહા...! આટલા પૈસા સંઘરી રાખીએ, આટલો માલ રાખીએ. મોટી ઉંમરના થાય ને? સ્ત્રી મરી ગઈ પણ બીજી નહિ હોય તો સેવા કરશે કોણ? એટલે બીજી પરણીને લગન કરવા. આહા...! એ ચિંતા જ્ઞાનીને થતી નથી. આહાહા.આ બાહ્યની સામગ્રી મરણ પર્યત રહેશે કે નહિ? એ ચિંતા જ્ઞાનીને હોતી નથી. આહાહા..! “એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે.”
પરભવમાં મારું શું થશે? અરે.. દેહ છોડીને હું ક્યાં જઈશ? દેહ તો છૂટશે તો ક્યાંક તો જશે. અહીં તો અમુક વખત રહેશે, પરલોકમાં ક્યાં જઈશ? “એવી ચિંતા રહેવી તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે–આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે.” પરલોકફરલોક મારે ક્યાં જવાનું છે. પરલોક-પ્રધાનલોક મારો ચૈતન્ય તે મારો પરલોક છે. આહાહા. આવી વાતું છે. વીતરાગ માર્ગ બહુ, બાપુ! લોકોએ આખો વિપરીત કરી નાખ્યો છે. વીતરાગમાર્ગને રાગમાર્ગમાં ખતવી નાખ્યો છે. આહાહા.! શ્રદ્ધા તદ્દન મિથ્યાત્વ ઘૂંટી રહ્યા
અહીં તો કહે છે, પ્રભુ પરલોકમાં ક્યાં જઈશ એવી ચિંતા સમકિતી નથી. કેમકે પરલોકમાં જઈશ પણ હું તો મારી પર્યાયમાં જ રહીશ. ત્યાં પરલોકમાં હું દેવલોકમાં નથી જતો. આહાહા...! “શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી. નરકના આયુનો બંધ કર્યો હતો પછી