________________
૪૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભગવાન પાસે તીર્થકરગોત્ર બાંધ્યું. વર્તમાનમાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિએ પહેલી નરકમાં છે. ત્યાંથી નીકળીને) પહેલા તીર્થકર થશે, આવતી ચોવીશીના પહેલા તીર્થકર થશે. પણ કહે છે કે, ક્ષાયિક સમકિતી અહીંયાં હતા તોય ચિંતા નહોતી કે હું ક્યાં જઈશ? નરકમાં નથી જાતો, હું તો મારી પર્યાયમાં જ ત્યાં રહીશ. આહાહા...! “શ્રેણિક રાજા ચોરાશી હજારની વર્ષની સ્થિતિમાં પહેલી નરકમાં છે. ત્યાંથી નીકળીને તીર્થંકર થવાના છે. આવતી ચોવીશીના પહેલા તીર્થકર (થવાના), પણ કહે છે કે, ઈ નરકમાં નથી. આહાહા..!
એક પ્રશ્ન થયો હતો, ભાઈ! લાલભાઈ! “શ્રીમદ્ને એક જણાએ પ્રશ્ન કર્યો કે, “શ્રીકૃષ્ણ ક્યાં છે? ઓલ બહારનું સાંભળેલું હોય ને. (કહ્યું, “શ્રીકૃષ્ણ' આત્મામાં છે.
મુમુક્ષુ :– જ્ઞાનીનું ઇ જ કામ હોય.
ઉત્તર :- ઓલું બહારની સ્થિતિનું વર્ણન છે ને. આહાહા...! આવો પ્રશ્ન કર્યો. “શ્રીમદ્દને કોઈએ પ્રશ્ન કર્યો, એમ કે ઓલું બહારનું સાંભળે ને કે આ પ્રમાણે પાપ બાંધ્યા હતા ને નરકમાં ગયા છે. એટલે પૂછ્યું, “શ્રીકૃષ્ણ' ક્યાં છે? તો કહ્યું, “શ્રીકૃષ્ણ' આત્મામાં છે. આહાહા...! નરકના ક્ષેત્રમાં પણ નથી, એ તો આત્મામાં છે. આહાહા...!
સમ્યગ્દષ્ટિ જ્ઞાની દેહ છોડીને કદાચિતુ નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય ને નરકમાં જાય તો એ નરકમાં નથી, ત્યાં તો આત્મામાં છે. આહાહા.! સમજાણું? આહાહા. કોઈ સમ્યગ્દષ્ટિ હોય અને પહેલા તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય પછી એ નરકમાં તો ન જાય, તિર્યંચમાં ભોગભૂમિમાં જાય. ત્રણ પલ્યનું આયુષ્ય અને ત્યાં ત્રણ ગાઉ ઊંચા થાય). તો કહે છે કે, એ ત્યાં ગયો પણ ત્યાં એ આત્મામાં છે. એ જુગલિયા થયા જ નથી. સમજાણું? આહાહા.... જ્યાં ભગવાન પૂર્ણાનંદનો નાથ સ્વભાવની દૃષ્ટિમાં જ્યાં આવ્યો, આહાહા..! તેમાંથી હટીને રાગમાં કે પરલોકમાં રહે છે? તેમાંથી ખસતા જ નથી, સદા તેમાં જ રહે છે. આહાહા.! એ તો જ્ઞાનની પરિણતિમાં ચંચળ, ચપળ થયા વિના અકંપપણે જ્ઞાનમાં જ્યાંત્યાં રહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? ભાઈ! ધર્મ ચીજ કોઈ અલૌકિક છે. આહા...! લોકોએ કલ્પિ રાખ્યું છે અને બધું મનાવ્યું છે એવું સ્વરૂપ નથી). આહાહા...!
જેણે સમ્યગ્દર્શમાં આખી પૂર્ણાનંદની ચીજને જ્યાં પ્રતીતમાં, અનુભવમાં લીધી તો હવે કહે છે કે, એ રહે છે ક્યાં? તો કહે છે, એ પોતામાં રહે છે. સ્વર્ગમાં ગયા એ તો વ્યવહારથી કથન છે. પોતામાં રહ્યા છે. નરકમાં ગયા? તો કહે છે, ના. એ પોતામાં છે. તિર્યંચમાં ગયા? સમકિતીને આયુષ્ય બંધાઈ ગયું હોય તો તિર્યંચમાં જુગલિયામાં જાય છે. તો કહે છે, ત્યાં પણ આત્મામાં છે. આહાહા...! સમજાણું? આ પ્રશ્ન પૂછ્યો હતો, ખબર છે? “ચેતનજી'! શ્રીમને પૂક્યો હતો. બહારમાં એવી વાત આવે ને કે નરકમાં ગયા છે. એવો જવાબ આપ્યો, પ્રભુ સાંભળ, શ્રીકૃષ્ણ” સમકિતી ધર્માત્મા હતા. આહાહા.! એ જ્યાં છે ત્યાં આત્મામાં છે. આહાહા...! આવ્યું કે નહિ આ? આ લોક ને પરલોકની ચિંતા જ નથી. આ