________________
શ્લોક–૧૫૫
૪૪૭ લોક ને પરલોક બધો મારો આ છે. ચિદૂઘન આત્મા આ લોક અને પર નામ પ્રધાન પરલોક આ છે. આહા.! આવી વાતું છે, બાપુ! આકરી વાતું, ભાઈ! દુનિયાના માણસો અત્યારે કયાંય બિચારા રખડતા પડ્યા છે. એને હજી ધર્મ શું ને કેમ થાય, એની ખબરું ન મળે. આહાહા! એ મરીને ક્યાંય જાશે રખડતા. આહા...!
અહીં કહે છે, આહાહા...! “જ્ઞાની જાણે છે કે-આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે.” આહા.! ધ્રુવ મારો લોક છે એમ જાણે છે પર્યાય પણ ધ્રુવ મારો લોક છે (એમ જાણે છે). સમજાણું? નિત્યાનંદ પ્રભુ શાશ્વત વસ્તુ એ મારો લોક છે એમ પર્યાય જાણે છે. આહાહા.! નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે.” ધ્રુવ વસ્તુ તો સદા કાળ વ્યક્ત પ્રગટ જ વસ્તુ છે. આહાહા.! એ તો પર્યાયની અપેક્ષાએ પર્યાયને વ્યક્ત કહીએ તો એને અવ્યક્ત કહીએ. પણ એ વસ્તુ તરીકે જુઓ તો પોતાની અપેક્ષાએ વ્યક્ત પ્રગટ નિત્ય વસ્તુ છે. ધ્રુવ શાશ્વત પ્રગટ. પ્રગટ. પ્રગટ. આહાહા.! હેં?
મુમુક્ષુ :- પ્રગટ એટલે હયાતી.
ઉત્તર :- હયાતી. આહાહા.! હયાતી નહિ, પ્રગટ જ વસ્તુ પ્રગટ જ છે. એમ. એની કાયમી ચીજ વ્યક્ત પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ એને અવ્યક્ત કહ્યું એ બીજી અપેક્ષા પણ વસ્તુ તરીકે જે છે એ તો પ્રગટ વસ્તુ છે કે નહિ? છે કે નહિ? તો છે તો પ્રગટ છે. ઢંકાયેલી છે? આહાહા...! આકરી વાતું, ભાઈ! અત્યારના માણસો કરતા બહુ ફેર છે, ભાઈ! દુનિયાની બધી ખબર નથી? આહાહા...!
‘સર્વ કાળે પ્રગટ છે.’ સદા કાળ વ્યક્ત જ છે. આહાહા...! ધ્રુવ સદા કાળ છે. “આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી.” એ સિવાય કોઈ બીજી ચીજ મારી છે, એવી કોઈ ચીજ છે નહિ. “આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. આહાહા...! ધ્રુવ ભગવાનઆત્મા કોનાથી બગડે? આહાહા.! “આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ.” ચૈતન્યરૂપ, જ્ઞાયકરૂપ ‘જ અનુભવે છે. બહુ ઝીણું, બાપુ કહો, આ સમજાણું કે નહિ? એ... “નટુ. આ ધંધોબંધો હું નહિ, એમ કહે છે. આ ધંધા સંબંધીનો રાગ થાય એ પણ હું નહિ.
મુમુક્ષુ :- મુદ્દો ન આવ્યો.
ઉત્તર :- હું નહિ, એટલે ચૈતન્ય તે હું. દુકાને બેસે ને પછી આ બધી વ્યવસ્થા કરું છું ને આ કરું છું, પણ એ તારી ચીજ નથી તો તું વ્યવસ્થા ક્યાંથી કરે? સમજાણું? ઝીણી વાત, ભાઈ! વીતરાગ... વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવ, તેમના માર્ગની પદ્ધતિ કોઈ અલૌકિક છે. અત્યારે તો લૌકિક જેવું, લોક જેવું આમ સ્થૂળ કરી નાખ્યું. આહા...! આ પૂજા કરી ને ભક્તિ કરી ને જાત્રા કરી, થઈ ગયો ધર્મ. અરે. ધૂળેય નથી, સાંભળને. આહા...! ધર્મી એવો ભગવાન પોતાના ધર્મને સંભાળે નહિ અને રાગ ને પરને સંભાળવા જાય... આહાહા...!