________________
૨૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ને? એ શુભભાવ અજ્ઞાનમય છે. આહાહા.! ભગવાન તો જ્ઞાનમય છે. ભગવાન એટલે આત્મા. આહા.! એ તો ચૈતન્યપ્રકાશની મૂર્તિ, ચૈતન્યના પ્રકાશના નૂરનું તેજ (છે). આહાહા.! એ જ્ઞાનપ્રવાહી ભગવાન, ધ્રુવ જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન એવા ભગવાનમાં શુભભાવનો અભાવ છે. અને શુભભાવનો જો ભાવ થઈ જાય તો જ્ઞાનસ્વરૂપી ભગવાન જડ થઈ જાય. આહાહા...! કેમકે શુભઉપયોગ એ અચેતન, અજ્ઞાન છે. અજ્ઞાન નામ તેમાં જ્ઞાન નથી. જ્ઞાયકભાવ જો અજ્ઞાનમય થઈ જાય તો જ્ઞાયકભાવ રહેતો નથી. રાગમય થઈ ગયો, અચેતન થઈ ગયો. આહાહા.! ભારે વાતું આકરી.
આ “હરિભાઈ હમણા “મોરબીની વાત કરતા હતા. આમ દેખાવ એવો લાગે છે. હૈ? મોરબી'નો દેખાવ, આહાહા..! ભાઈ કહેતા હતા. ભાઈ! “ઇન્દુભાઈ આવ્યા'તા, એણે કહ્યું. આહાહા.! એમ ભગવાન આત્મા... આહાહા...! રાગમય થઈ જાય તો ઉજ્જડ થઈ જાય. સમજાણું? ચૈતન્ય વસ્તુ ભગવાન જ્ઞાયકભાવ એ રાગમય થઈ જાય તો ચૈતન્ય ઉજ્જડ થઈ જાય, જડ થઈ જાય. આહાહા...! અહીં વાત છે, ભાઈ! ઝીણી વાત છે, પ્રભુ! તારી પ્રભુતાનો પાર નથી, નાથ! આહાહા...!
જ્ઞાનની પ્રભુતા, ઈશ્વરની પ્રભુતા, આનંદની પ્રભુતા. આહાહા...! તેની આગળ શુભભાવ તો દુઃખરૂપ છે. ભગવાન આનંદમૂર્તિ પ્રભુ, આનંદના રસથી ભર્યો પડ્યો, તેની આગળ શુભ રાગ એ તો દુઃખરૂપ છે અને દુઃખરૂપ છે એ આત્માનો થઈ જાય તો આત્મા દુઃખમય થઈ જાય. આહાહા.! આવી વાતુ, બાપા, બહુ પ્રભુ! શું કરીએ? અરે. દુનિયા ક્યાં પડી છે? સંપ્રદાયને ક્યાં ચલાવી રહ્યા છે અને માર્ગ ક્યાં છે? આહાહા.! હજી એના ખ્યાલમાંય વાત ન આવે એ અંદરમાં પરિણમન કેમ થાય? આહાહા...!
એ અહીં શુભની વાતમાં ટીકામાં એમ લીધું છે, ભાઈ! ઇચ્છા, વાંછા, મોહ ત્રણ શબ્દ લીધા છે. સંસ્કૃત ટીકા. શુભભાવની ઇચ્છા, વાંછા અને મોહ ત્રણે નથી. સંસ્કૃત ટીકામાં છે, ભાઈ! “જયસેનાચાર્યની ટીકામાં (છે). આહા.! અને પાપમાં “મોહ” શબ્દ નથી લીધો વળી કુદરતે ઇચ્છા અને વાંછા બે લીધા છે. હમણા આવશે એમાં. આહાહા...! ભાઈ! આ તો ભગવત્ કથા છે. આહાહા...! પ્રભુ! ભગવત્ સ્વરૂપ, ભગવાન સ્વરૂપ પ્રભુ, એને રાગરૂપે માનવો, પ્રભુ! એ તો અભગવત-જડરૂપે થયો. આહાહા.. જેમાં ચૈતન્યનો અંશ નથી. આહાહા...! એમાં સુખબુદ્ધિ માનવી, આ શુભમાં, હોં! અશુભમાં તો ઠીક, આહાહા...! શુભભાવમાં પણ મારો છે એમ સુખબુદ્ધિ માનવી, એ સુખનું દુઃખરૂપે પરિણમન મિથ્યાત્વ થયું. આહાહા.!
જ્ઞાનીને શુભભાવ આવે છે પણ તન્મય થઈને મારો છે એવી દૃષ્ટિ નથી. છતાં પરિણમનમાં શુભભાવ છે એમ જ્ઞાની જાણે છે, મારી પર્યાયમાં છે પણ દુઃખરૂપ છે. સમજાણું? આહાહા.! અને એ રાગની પર્યાયનો હું કર્તા છું. પરિણમે છે તો એ અપેક્ષાએ કર્તા (કહ્યો). કરવા