________________
ગાથા૨૧૧
૨૭૫ અહીં તો પહેલે ધડાકે ભગવાન શુદ્ધ ચૈતન્યઘન, તેનો અનુભવ સ્વ-અનુસારે થયો તો તેને સમ્યગ્દર્શન કહે છે અને એ સમ્યગ્દર્શનમાં સ્વરૂપઆચરણનો અંશ અને આનંદનું વેદન પણ સાથે થાય છે. આહા...! અરે.! આ વાત. હવે એને સમ્યગ્દષ્ટિ ન કહેવા અને સાતમે કહેવા લોકો અત્યારે ક્રિયાકાંડના જોરમાં ચડી ગયા છે, અજ્ઞાનમાં. આહા. સમ્યગ્દર્શન ચોથે ગુણસ્થાને, અવિરતિ સમ્યગ્દષ્ટિ એમ કહ્યું છે ને? આહાહા...! રાગની આસક્તિ છૂટી નથી. ચારિત્રદોષ છૂટ્યો નથી પણ અંતર સ્વરૂપની દૃષ્ટિ અંદર પ્રગટ થઈ છે. આહાહા...! તો સમ્યગ્દષ્ટિ છે અને અવિરતી છે. તેનો અર્થ શું થયો? હજી અસ્થિરતાના રાગનો ત્યાગ નથી. રાગની એકતાબુદ્ધિનો ત્યાગ (થયો છે) પણ રાગની અસ્થિરતાનો ત્યાગ નથી. નહિતર તો અવિરતી સમ્યગ્દષ્ટિ કેમ કહેવામાં આવે છે? ઝીણી વાત બહુ, બાપુ આહાહા.!
એ અહીં કહે છે, ધર્મીને તો જ્ઞાનમય એક ભાવ જ પોતાનો છે. આહાહા.! ચૈતન્યરસથી ભરેલો સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ, આહા! શાકભાવ તે હું છું. રાગનો વિકલ્પ થાય છે તે હું નથી. આહાહા...! કેમકે ખરેખર તો એ ઇચ્છા, શુભઉપયોગરૂપીભાવ એ અચેતન છે. આહાહા.. ચૈતન્યસ્વરૂપ ભગવાન, એ કહ્યું ને છઠ્ઠી ગાથામાં? કે, જ્ઞાયકભાવ ભગવાન જો શુભ અને અશુભ ઉપયોગરૂપે થઈ જાય તો જડ થઈ જાય. આહાહા...! શું કહ્યું? કે, ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય, એ જો શુભ અને અશુભરૂપે થઈ જાય તો શુભ-અશુભ છે એ અચેતન જડ છે, તો આત્મા જડ થઈ જાય. આહાહા...! છઠ્ઠી ગાથામાં છે. મુદ્દાની રકમ છે. આહાહા...! આત્મા (કે) જે જ્ઞાયકભાવ છે તે જો શુભઉપયોગરૂપ થઈ જાય (તો) જડ થઈ જાય, એમ કહે છે. આવી વાત છે, પ્રભુ! આહાહા.!
ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ જીવ, શુભઉપયોગરૂપી હું નથી (એમ માને છે). આહાહા....! કેમકે શુભઉપયોગમાં જ્ઞાયકનો, ચેતનનો અંશ નથી. તેથી “પુણ્ય-પાપ” (અધિકારમાં) કહ્યું ને? કે, શુભાશુભભાવ તો અજ્ઞાનમય ભાવ છે ને. પહેલી ગાથા–૧૪૫. આહાહા.! શુભઅશુભભાવ તો અજ્ઞાનરૂપ છે ને. પુણ્ય-પાપમાં આવ્યું છે ને? પહેલી (ગાથા) છે. ૧૪પ. “શુભ કે અશુભ જીવપરિણામ....” ૧૪૫ (ગાથાની ટીકાનો) બીજો પેરેગ્રાફ. “શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી...' આહાહા.! ૧૪૫ ગાથા, બીજો પેરેગ્રાફ. જયંતિભાઈ! ઝીણી વાત છે, બાપુ! બહુ ઝીણી. આહાહા.! શુભઉપયોગ અને અશુભઉપયોગ, બેય અજ્ઞાનમય છે. અજ્ઞાનમય એટલે મિથ્યાત્વમય એમ નહિ. એમાં જ્ઞાન ચૈતન્ય ભગવાન જ્ઞાયકભાવ, તેનો અંશ, શુભાશુભમાં (એ) અંશ નથી. ચેતનનો અંશ નથી માટે અચેતન અજ્ઞાન કહ્યું. જ્ઞાનનો અંશ નથી માટે અજ્ઞાન કહ્યું. મિથ્યાત્વ નહિ. મિથ્યાત્વ તો એ શુભાશુભભાવને પોતાના માને તો મિથ્યાત્વ (કહેવાય), પણ શુભાશુભભાવ છે તે અજ્ઞાનમય છે. આહાહા..!
એ અજ્ઞાનમય ભાવને પોતાના માને, આહાહા...! આ વર્તમાન ૨૧૦ (ગાથામાં) છે