________________
૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આહાહા...! અને “YRI Rાયો II વિરતિ પણ સર્વ પ્રકારે વિરમતિ આહાહા...! રાગનો કોઈપણ અંશ આદરણીય (નથી). જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ રાગ પણ આદરણીય નથી. આહાહા...! એ તો અપરાધ છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ અપરાધ છે. આહાહા...! આવે, હોય. ‘ભાવપાહુડમાં કહેવાય ખરું, અશુભથી બચવા તીર્થકરગોત્ર બાંધવાના ભાવ કર, એમ પણ આવે, એમ આવે છે વ્યવહાર, પણ એ તો અશુભથી બચવા, અશુભ સ્થાનને ટાળવા માટે આવે, પણ છે તો બંધનું કારણ. એનાથી છૂટવા જેવું છે, એને રાખવા જેવું નથી. આહાહા.!
‘(આ રીત)' આ રીત શું કીધી? કે, સ્વ અને પર. સ્વનું ગ્રહણ અને પરનો ત્યાગ. તત્ત્વથી સ્વ અને પરનો ભેદ તત્ત્વથી સ્વમાં રહેવું અને પરથી, રાગથી છૂટવું. એ રીત,
એ પ્રકાર. (જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. એ સાચું જ્ઞાન અને સાચા વૈરાગ્ય વિના એ હોઈ શકે નહિ. આહાહા.! સાચું જ્ઞાન, હોં! જ્ઞાનમાત્ર જાણપણું, વાંચન ને અગિયાર અંગ ને એ નહિ. તત્ત્વતઃ એમ કીધું છે ને? આહાહા...! આ પ્રકાર, આ વિધિ (જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ). આહાહા...! એ શ્લોક પૂરો થયો.
પ્રત્યેક પદાર્થની થવાવાળી ક્રિયા પોતાની કાળલબ્ધિથી થઈ છે, નિમિત્તથી થઈ નથી. પ્રત્યેક પરિણામ પોતાની ઉત્પત્તિના જન્માક્ષણથી ઉત્પન્ન થયા છે, નિમિત્તથી થયા નથી. અક્ષર લખાય છે તે કલમથી લખી શકાતા નથી. અક્ષરના પરમાણુની ક્રિયાનો કર્તા અક્ષરના પરમાણુ છે. સારી કલમથી સારા અક્ષર થાય કે લખનારની આવડતથી સારા મરોડદાર અક્ષર થાય તેમ નથી. અજ્ઞાની જગતને આવી વાત પાગલ જેવી લાગશે. પણ બાપુ તારે જગતથી-સંસારથી છૂટવું છે ને –તો વસ્તુસ્થિતિની મર્યાદાનો સ્વીકાર કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. દુનિયા ભલે પાગલ માને, લોક મૂકે પોક' તારે દુનિયાનું શું કામ છે? દુનિયા દુનિયાનું જાણે તું તારા આત્માનું હિત થાય તેમ કરી લે ને આ તો આત્મહિત કરી લેવાની મોસમ પાકી છે. આવા ટાણાં ચૂક્યે ફરી હાથ નહિ આવે. ભાઈ! બહારનું બધું તો એક-બે-ચાર નહિ પણ અનંતઅનંતવાર કરી ચૂક્યો છો, તેમાં શું નવું છે?–ને કોઈ શું માનશે કે શું કહેશે એનું તારે શું કામ છે? બીજાને રાજી રાખવામાં કે રાજી કરવામાં તારો આત્મા દાઝી રહ્યો છે. પણ એની કદી દરકાર ક્યાં કરી છે?—હવે તો જાગા ભેદજ્ઞાનનો માર્ગ આચાર્યદેવે તારી સામે ખૂલ્લો કર્યો છે. અરે! તેં ભોગવેલાં દુઃખોનું પૂરું વર્ણન ભગવાનની વાણીથી પણ થઈ શકતું નથી એટલા તો તે દુખ ભોગવ્યા છે, હવે એકવાર તો તારા આત્માની સામે જો! હવે તો પરથી ખસ, સ્વમાં વશ–આટલું બસ.
આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી–૨૦૦૮