________________
શ્લોક–૧૩૬ વસ્તુ પોતે શુદ્ધ ત્રિકાળી છે, એની સાથે જોડાણ કર્યું એનું નામ શુદ્ધજોગ અને શુદ્ધ ઉપયોગ. એના વડે આત્મા અંદર ઠર્યો. શુદ્ધજોગ વડે. આહાહા...! શુભ-અશુભ જોગ વડે તો રખડવાનું થયું. આહાહા...! હૈ?
મુમુક્ષુ :– શુભથી તો શેઠિયો થયો.
ઉત્તર :- શેઠિયા, હવે શેઠિયા બધા. આહાહા.! એક ફેરી કીધું નહોતું? “ચૂડામાં હતા ને આપણા “રાયચંદ દોશી'? આપણા “નારણભાઈના સાસરાના બાપ. “નારણભાઈએ દીક્ષા લીધી હતી. ‘રાયચંદ દોશી' હતા, “ચૂડા’ના, વૃદ્ધ હતા). એક ફેરી જેઠમલજી' હતા ને? અંદર આવ્યા ત્યાં આમ “ચૂડાવાળા' જરી આકરા. ઉભા ન થાય. કારણ કે અમારું ઘણીવાર ત્યાં જાવું થાતું. એ લોકો સાધારણની વાત માને નહિ. એટલે ઓલો અંદર ગર્યો, ઉભા થાવ ને! ત્યાં એ બોલે છે, જેઠી! બેસન હેઠી. એમ આ શેઠ ને બેઠ ને હેઠ. અહીં તો શેઠની સાથે... આહા! શેઠિયા શેના શેઠિયા? બાપા! અરે.રે...! ધૂળના ધણી.
મુમુક્ષુ :- હમણા શેઠ અને નોકરની વાત આવી ગઈ.
ઉત્તર :- એ આવી હતી ને. (શેઠ) વેપાર કરતો નથી છતાં વેપાર કરવાનો ધણી છે. ઓલો નોકર વેપાર કરે છે છતાં એનો ધણી નથી. એ તો દષ્ટાંત દીધું. આહાહા.!
અહીં તો બીજું કહેવું છે કે, પત્ રાયોIત્ એમ કીધું છે. પરના, શરીર, વાણી, મન ને બાયડી, છોકરાથી છૂટી જા, એમ નથી કીધું. આહાહા...! એક ભગવાન આત્મા પૂર્ણ શાંત અને વીતરાગમૂર્તિ પ્રભુ, વીતરાગી અમૃતના સાગરનો ભરેલો ભગવાન આત્મા, એનો અભ્યાસ – અનુભવ કર. એમાં ટક, એમ. અને પત્ રાયોI પરથી એટલે રાગયોગથી, રાગના સંબંધથી. આહાહા.! “સર્વ પ્રકારે” એટલે કોઈ એમ કહે કે, કોઈ અશુભરાગ તો ઠીક પણ શુભરાગ છે એમાં ઘણો. પરમાત્માની ભક્તિ, વિનય એ તો જરી આદરવા જેવો છે કે નહિ? આહા...! તો કહે છે કે, પરંતુ રાયોI” “સર્વ પ્રકારે વિરમે છે. સર્વ પ્રકારે વિરમે છે. આહાહા.! સર્વ સ્વભાવ ભગવાનઆત્મામાં ઠરે છે ત્યારે રાગના સર્વ પ્રકારથી છૂટી જાય છે. આહાહા.! આવો ઉપદેશ એટલે માણસને (કઠણ) લાગે. વસ્તુ તત્ત્વ આવું છે, બાપુ! આચાર્ય પોતે કહે છે ને, જુઓને “
પ ર્વતો રાયોતિ છે? ચોથું પદ છે. “પરીત્સર્વતો રામાયોI’ મૂળ પાઠ, કળશ. આહાહા..! પરથી એટલે પરના રાગયોગથી સર્વ પ્રકારે વિરમે છે.
“આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ' આ રીત, આ રીત એટલે આ પ્રકાર (જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.” ક્યો પ્રકાર? કે, સ્વમાં રહેવું અને પરથી છૂટવું, એ જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના એ રીત હોઈ નહિ. આહાહા.! એક કળશ, એક કલાક થવા આવી. કાંઈ તમારે ત્યાં છ હજાર, આઠ હજારમાં ધૂળમાં મળે એવું નથી. આહાહા...! સ્વસ્મિન્ નાસ્તે “શાસ્તે’ એટલે ઠર. “શાસ્તે (એટલે) રહે, રહે.