SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે પ્રભુ, તે આનંદથી જાણીને. આહાહા...! આવી વાત સાંભળવી મુશ્કેલ પડે. આહાહા...! આ સ્વ છે અને આ પર છે એવો વ્યતિકર. પર્યાયમાં વ્યતિકર આવ્યું હતું ને? પર્યાય વ્યતિકર (એટલે) ભિન્ન ભિન્ન છે ને? ભિન્ન ભિન્ન. એક સમયની પર્યાય ભિન્ન ભિન્ન, બીજે સમયે ભિન્ન ભિન. ગુણ છે સહભાવી, અન્વય, અન્વય. સાથે રહેનારા, એકસાથે. સહભુવા એટલે ગુણો એકસાથે રહેનારા, હોં! દ્રવ્ય સાથે ગુણો રહેનારા એમ નહિ. સહભવ એટલે ગુણો એકસાથે રહેનારા. દ્રવ્યની સાથે ગુણ રહેનારા એમ નહિ. કારણ કે દ્રવ્યની સાથે પર્યાય પણ રહે છે, એ નહિ. ગુણો જે છે અનંતા સાથે રહેનારા છે. ગુણો જે છે અનંત (એ) એક સમયમાં સાથે રહેનારા છે. આહાહા...! અને પર્યાય ભિન્ન ભિન્ન વ્યતિકર છે. ભિન્ન ભિન્ન ભિન. ભિન્ન. અહીં વ્યતિકર એટલે સ્વ અને પરને જુદું કરવું એ વ્યતિકર છે. એવો ભેદ પરમાર્થે જાણીને...” પછી કરવું શું? કે, સ્વિસ્મિન્ નાસ્તે મિત્ નાસ્તે આનંદમાં રહેવું. સ્વમાં રહેવું, ટકવું. આહાહા.! ભગવાન અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય વીતરાગમૂર્તિ પ્રભુ છે, એ સ્વમાં રહેવું. સ્વ અને પરનો ભેદ જાણીને, પરમાર્થે ભેદ જાણીને સ્વમાં રહેવું. આહાહા.! આવું આકરું લાગે એટલે બિચારાને ક્રિયાને રસ્તે ચડાવી દીધા, જેમાં સરવાળે કાંઈ (હાથ ન આવે). સરવાળા આવે છે – સંસાર. જેનો સરવાળો સંસાર. આહાહા...! આ વાત બેસવી હજી, એનું વલણ કરવું, વલણ... આહાહા...! એ એને કઠણ લાગે. અભ્યાસ નહિ ને. તેથી વયિતુ કીધું ને? આહાહા.! “વું વરસ્તુત્વે વયિતમ સ્વ વસ્તુનો અભ્યાસ – અનુભવ કર. આહાહા.! સ્વિરિશ્મન મારૂં “રિમન પ્રભુ ભગવાન આત્મા. સ્વ અને પરને તત્ત્વથી પરમાર્થે જાણ્યો, ભેદ જાણ્યો, હવે સ્વમાં ઠર, સ્વમાં ટક, સ્વમાં રહે. આહાહા.! છે? “અને...” [NRI યોરાત પૂરની વ્યાખ્યા આટલી કરી. પર એટલે શરીર ને વાણી ને મન ને ફલાણું એ તો પર તો ત્યાગ જ છે, પર તો અંદર છે જ નહિ. આહાહા...! આ તો એને કારણે એની પર્યાય. દ્રવ્ય તો એને જ કારણે છે પણ એની પર્યાય થાય છે એ એને કારણે થાય છે. શરીરની, વાણીની, બધા પરપદાર્થ એની સાથે કાંઈ સંબંધ નથી. સંબંધ રાખ્યો તો રાગ સાથે. ત્રિલોકનાથ વીતરાગને રાગ સાથે સંબંધ રાખ્યો. વીતરાગ પ્રભુ એવો ભગવાન આત્મા એણે રાગની મૈત્રી કરી હતી. આહાહા.! એ છોડ. પરયોગાતું છે ને? પિત્ રાયોતિ] પરત્ રાયો પરથી, રાગના યોગથી. આહાહા...! એક કળશ પણ કેટલું ભર્યું છે. આ કંઈ વાર્તા નથી. આહાહા.! એ તો જેમ શુભજોગને અશુભજોગ કીધો છે ને? એમ શુદ્ધજોગ પણ કીધો છે. શુદ્ધજોગ. આહાહા.! શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થવું એ શુદ્ધયોગ છે. આમ સાદી ભાષામાં શુદ્ધ ઉપયોગ. પણ શુદ્ધયોગ – શુદ્ધમાં યોગ (અર્થાત) જોડાણ કરવું. શુભભાવ અને અશુભભાવ, એ શુભજોગ અને અશુભજોગ એની સાથે જોડાણ થયું. અહીં શુદ્ધજોગ. આહા.! કેમકે
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy