________________
શ્લોક–૧૩૬ જાણી તેણે જાણી છે, બાપુ ! આહાહા. એમને એમ વાણી વાંચી ગયા, જાણી લીધું, ધારણા (કરી લીધી એ નહિ). આહાહા..!
વીતરાગ, એની વાણીમાં તો વીતરાગતાનો આદર આવે છે અને રાગનો ત્યાગ આવે છે. આહાહા...! પછી એની બધી ટીકાઓ છે. આહાહા.! શાસ્ત્રમાં આવે છે ને કે સમભાવ આદરવા. આ એની બધી ટીકા છે. એનો અર્થ જ ઈ છે. આહાહા.! અરે...! પણ કેમ એને બેસે? જરીક કંઈક બીડી, કંઈક બહારનું શાક કે દાળ કે પાપડ કે અથાણું સારું થાય ત્યાં તો આમ જાણે ઓ...હો.હો...! આજ તો ખાઈને ઓ... ઓડકાર કરે. આહાહા...! હૈ?
મુમુક્ષુ :- . બહાર દેખાય. ઉત્તર :- જાણે શું કર્યું જાણે અંદરા એકલું પાપ કરીને ઉભો થયો છે. આહાહા...!
અહીં કહે છે, [ā વરસ્તુત્વે યિતુમ સ્વ વસ્તુપણાનો અનુભવ. વસ્તુના વસ્તુપણાનો અનુભવ. વસ્તુત્વ છે ને? એટલે વસ્તુ છે પ્રભુ, એનું વસ્તુપણું એટલે અતીન્દ્રિય આનંદ, જ્ઞાન આદિ ભાવપણું. આહાહા...! એ વસ્તુના સ્વરૂપનો યથાર્થ (અનુભવ) અભ્યાસ કરવા માટે...” ફિટું સ્વં પર્વ જે ઓલું પહેલું કહ્યું હતું. “સ્વ-સી-૫-તિ-મુવલ્યા' અને ફિ વં ચ પર “આ સ્વ છે.” આ જ્ઞાન અને આનંદથી ભરેલો ભગવાન તે સ્વ છે. આહાહા...! “અને આ પર છે.” રાગાદિનો વિકલ્પ તે બિલકુલ પર છે. આહાહા...! આવો જેણે અંતર અનુભવ કર્યો તેને એમ કે નિર્જરા થાય છે, એમ કહેવું છે. ઈ સંયોગમાં હોય છતાં એ સંયોગથી છૂટતો જાય છે, રાગથી છૂટતો જાય છે અને અંતરની શુદ્ધિથી વધતો જાય છે. આહાહા...!
સ્વ અને પર એવો [ વ્યતિરમ્ ] એટલે “એવો ભેદ.” સ્વ નામ આનંદ અતીન્દ્રિય અને પર નામ રાગાદિ ને વિકલ્પ, એ બે, એનો ભેદ, વ્યતિકર એટલે ભેદ, બેની જુદાઈ. તિત્ત્વત: આહાહા.! એકલું જાણવું, જાણી રાખ્યું, એમ નહિ કહે છે. પરમાર્થ કહેવામાત્ર નહિ. આહાહા.! સ્વ અને પર એકલું કહેવામાત્ર નહિ. આહાહા.! સ્વ અને પર “પરમાર્થે જાણીને..” જોયું? [તત્ત્વત: આહાહા.! “સમયસાર', પ્રવચનસાર અલૌકિક ગ્રંથ છે. આહા.! ભરતક્ષેત્રના ભાગ્ય કે આવા શાસ્ત્રો રહી ગયા. કાળ આવો હલકો, શાસ્ત્ર આવા ઊંચા રહી ગયા. આહાહા...! આત્મા અમર છે તેને અમર પર્યાયમાં બનાવે એવા શાસ્ત્ર છે. આહાહા...!
અહીં કહે છે, સ્વ-પરને, એવો ભેદ. સ્વ-પરનો ભેદ એકલો જાણવામાં રાખીને એ નહિ. આહાહા.! સ્વ-પરનો ભેદ તત્ત્વથી જાણીને. પરમાર્થે આત્મા આનંદ અને રાગ પર એમ પરમાર્થથી બરાબર અનુભવ કરીને, જાણીને. આહાહા.! છે કે નહિ અંદર? સ્વ અને પરનો વ્યતિકર એટલે જુદાઈ તત્ત્વતઃ જાણીને. પરમાર્થે વસ્તુ સ્વરૂપનો અનુભવ કરી અને સ્વનું ગ્રહણ અને પરનો ત્યાગ, એ તત્ત્વતઃ જાણ્યું કહેવાય, પરમાર્થે જાયું કહેવાય. આહાહા...!
તિત્ત્વત: પરમાર્થે જાણીને...” તત્ત્વથી જાણીને એમ. તત્ત્વથી એટલે જે જાણન સ્વરૂપ